• Gujarati News
  • ગાંધીધામ સુધરાઇની સામાન્ય સભામાં ટોળું ઘુસી ગયું

ગાંધીધામ સુધરાઇની સામાન્ય સભામાં ટોળું ઘુસી ગયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંતે માજી ધારાસભ્યની પ્રતિમા મુકવા ઠરાવ : મામલો તંગ બનતા પોલીસ કાફલો દોડી આવ્યો

ભાસ્કરન્યૂઝ. ગાંધીધામ

ગાંધીધામસુધરાઇની દિવાળીના દિવસોમાં બોલાવવામાં આવેલી સામાન્ય સભા અપેક્ષા મુજબ તોફાની વાતાવરણમાં મળી હતી. વિપક્ષે જુદા જુદા કામોમાં એક ટેન્ડર આવ્યા બાદ કામ આપી દેતા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ટેન્ડર રદ્દ કરી નવેસરથી ટેન્ડર બહાર પાડવા કરેલી માગણી બહુમતિએ ફગાવી દઇ લાખો રૂપિયાના કામોને બહાલી આપવામાં આવી હતી.

પૂર્વ ધારાસભ્યની પ્રતિમા અને રસ્તાના નામકરણના મુદ્દે ઓળીયો ગોળીયો માર્ગ અને મકાન વિભાગ જગ્યા આપે તો પ્રતિમા મુકી શકાય તેવા ખો આપવાના હઠાગ્રહ ભર્યા નિર્ણયથી ગૃહની બહાર ઉભેલા મહેશ્વરી સમાજના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. ચાલુ સામાન્ય સભામાં ટોળું દોડી આવી બેધારી નીતિની આકરી ટીકા કરી આક્રમક રજૂઆતો કરી હતી. ગૃહનું કામકાજ ખોરવાયું હતું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા પોલીસ કાફલો સભાગૃહમાં દોડી આવ્યો હતો.

પ્રમુખ સહિતનાને ઉગ્ર રજૂઆત કર્યા બાદ તેની ચેમ્બરમાં આખરે સમાધાનકારી વલણ દાખવી ટાગોર રોડ, ચાર રસ્તા પર પ્રતિમા સ્થાપન અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી ગાંધીધામ તરફના રોડને સ્વ.વીરજીભાઇ દાફડા માર્ગ નામ આપવાનો નિર્ણય લેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

સભાની શરૂઆતમાં એક લાખના ખર્ચે કાર્ગોની શાળામાં પ્રાર્થના ખંડ બનાવવાની દરખાસ્ત પર વિપક્ષી નેતા સંજય ગાંધીએ અગાઉ વિસ્તારમાં કામ માટે જણાવતા ગેરકાયદે વસતી હોવાનું જણાવાતું હતું. ચાર-ચાર વર્ષ બાદ ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવે છે તે સારી વાત છે, પણ કાયદેસર છે કે ગેરકાયદે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભારે ગરમા-ગરમી બાદ આખરે દરખાસ્ત મંજૂર રાખવામાં આવી હતી. નગરપાલિકામાં જુદા જુદા વિકાસ કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે.