નલિયાકાંડનો મુદ્દો ચમકશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકાની 26/4/17ની સામાન્ય સભાની મીનીટ્સ બુકમાં હાજર સભ્યો 35 અને મંજુરીથી ગેરહાજર રહેલા 15 બતાવવામાં આવ્યા હતા. નલિયાકાંડમાં દુષ્કર્મના આરોપી અજીત રામવાણી અને વસંત ભાનુશાલીની ગેરહાજરી સહિતના મુદ્દે વિપક્ષના નેતા અજીત ચાવડાએ ચીફ ઓફિસરને પાઠવેલા પત્રથી આજની સભામાં મુદ્દો ચમકશે કે કેમ તે અંગે ચર્ચાનો ચકડોળ શરૂ થયો છે. ચીફ ઓફિસર પાસે ઉક્ત બન્ને સભ્યો સસ્પેન્ડ થયા છે કે રાજીનામું આપ્યું છે તે સહિતના મુદ્દે સભામાં ખુલાસો માગ્યો છે તે અંગે શું થાય તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...