• Gujarati News
  • National
  • કેબીન ખસેડવાના મુદ્દે હાઇકોર્ટના અગાઉના ઓર્ડર પર મનાઇ હૂકમ

કેબીન ખસેડવાના મુદ્દે હાઇકોર્ટના અગાઉના ઓર્ડર પર મનાઇ હૂકમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામશહેરના ઝંડાચોક વિસ્તારમાં સોનલ ડેરીના દબાણને દૂર કરવા માટે અગાઉ હાઇકોર્ટમાંથી હૂકમ કરવામાં આવ્યો હતો. કેબીન ખસેડવાના હુકમ સામે કેબીન ધારક દ્વારા હાઇકોર્ટના અગાઉના ઓર્ડર ઉપર અપીલની આખરી સુનાવણી થાય ત્યાં સુધી કેબીન હટાવવા સામે મનાઇ હુકમ મેળવવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

ઝંડાચોક વિસ્તારમાં સોનલ ડેરી ફાર્મ એન્ડ સ્વીટ્સના ધારક ભચુ છાંગા સામે અગાઉ ગુજરાત હાઇકોર્ટે રાજેશ પુરૂષોત્તમ ચતુરાણીના પાવરદાર પ્રકાશ હીરજી હડીયાએ કેબીન ખસેડવા માટે ઓર્ડર મેળવ્યો હતો. ઓર્ડરની સામે દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદારની અપીલ માન્ય રાખી કેબીન યથાવત પરીસ્થિતિમાં જાળવી રાખવા ઓર્ડર કર્યો છે. જ્યાં સુધી અપીલની આખરી સુનાવણી થાય ત્યાં સુધી અગાઉના ઓર્ડર ઉપર કાયમી ધોરણે કેસનો નિકાલ થાય ત્યાં સુધી સ્ટેટસ કો મેળવ્યો છે. અહિ નોંધવુ રહ્યુ કેઆ વિશેની કાનુની લડાઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહિ છે, શહેર માટે એટલા માટે પણ મહત્વની થઈ જાય છે કારણકે કેસના નિર્ણય અન્ય કેસો અને પ્રકરણો પર અસર છોડનાર સાબીત થશે.

અન્ય સમાચારો પણ છે...