• Gujarati News
  • National
  • સુંદરપુરીમાં 35 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટથી ઝળહળતો માર્ગ બનાવાશે

સુંદરપુરીમાં 35 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટથી ઝળહળતો માર્ગ બનાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામશહેરના સુંદરપુરી વિસ્તારમાં જુદી જુદી સુવિધા હોવાને કારણે પ્રશ્ન સ્વાગત તાલુકા કક્ષા ફરિયાદ નિવારણ રજૂ કરવામાં આવ્યા પછી પાલિકા દ્વારા 35 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટથી ઝળહળતો માર્ગ બનાવાશે.

હુસૈની એકતા કમીટીના લતીફ ખલીફા દ્વારા માજોઠી ફળીયું, મસ્જિદ વિસ્તાર, મુસ્તુફા ચોક, ઇમામ ચોક કે જે સુંદરપુરી સ્લામ વિસ્તાર આવે છે તેમાં રોડ- લાઇટની કામગીરી પૂર્ણ કરવા આવ્યા પછી ઇમામ ચોકથી સૈતાન ચૌક સુધીના વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વાયર નાખ્યા બાદ 17 નંગ સ્ટ્રીટલાઇટ લગાવવામાં આવેલ. ત્યાર બાદ વાયર નાખ્યા પછી લાઇટ લગાવવાની કામગીરી કરવાની હતી. પરંતુ વિસ્તારમાં રોડ બનાવવાનો હોવાને કારણે પાલિકા દ્વારા 35 લાખના ખર્ચે કાર્યવાહીની મંજુરી સામાન્ય સભામાં મળ્યા પછી રોશનીનો ઝગમગાટ સુંદરપુરીમાં થશે તેવી માહિતી અરજદારને આપવામાં આવી છે.

સુંદરપુરી વિસ્તાર પહેલેથી ઉપેક્ષીત

શહેરનાજુદા જુદા વિસ્તારમાં જોવામાં આવે તો કેટલીક વખત પાલિકા કે સરકારી વિભાગો દ્વારા સુવિધા આપવામાં એક યા બીજા કારણોસર બહાનાબાજી કરવામાં આવતી હોય છે તેવી ફરિયાદ અગાઉ ઉઠેલી છે. લોક સુવિધાના મુદ્દે ઉપેક્ષીત રહેલા વિસ્તારમાં અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે. રજૂઆત કરવામાં આવ્યા પછી પણ પ્રશ્નો ઉકેલાતા નથી તે પણ હકીકત છે.

તાલુકા સ્વાગતમાં હુસૈની એકતા કમીટીની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...