ખોડિયાર નગરમાં 14,200નો શરાબ જપ્ત કરાયો

ગાંધીધામના ખોડિયાર નગર ઝુંપડા વિસ્તારના મકાનમાં છૂપાવેલો રૂ.14,200નો શરાબ એ-ડિવિઝન પોલીસે પકડ્યો હતો પરંતુ આરોપી...

DivyaBhaskar News Network | Updated - Mar 31, 2018, 05:00 AM
ખોડિયાર નગરમાં 14,200નો શરાબ જપ્ત કરાયો
ગાંધીધામના ખોડિયાર નગર ઝુંપડા વિસ્તારના મકાનમાં છૂપાવેલો રૂ.14,200નો શરાબ એ-ડિવિઝન પોલીસે પકડ્યો હતો પરંતુ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.

પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં ખોડિયારનગર ઝુંપડા વિસ્તારમાં આરોપી સંતોષ રામદયાલ રેગરના મકાનમાં દરોડો પાડતાં મકાનમાં રાખેલી જુદીજુદી બ્રાન્ડની રૂ.11,650ની કિંમતની 750 એમએલની 32 બોટલો તેમજ રૂ.2600ની કિંમતના 100 એમએલના 26 ક્વાર્ટરિયા મળીઆવ્યા હતા પરંતુ આરોપી હાજર મળ્યો ન હતો,પોલીસે મુદ્દામાલ જપ્ત કરી હેડ કોન્સ્ટેબલ મુકેશ કારાભાઇ પતારીયાની ફરિયાદના આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

X
ખોડિયાર નગરમાં 14,200નો શરાબ જપ્ત કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App