• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • રેલવે કર્મીએ કામની ના પાડી, કોન્ટ્રાક્ટરે માર માર્યો

રેલવે કર્મીએ કામની ના પાડી, કોન્ટ્રાક્ટરે માર માર્યો

ઘટના બાદ કોન્ટ્રાક્ટર નાસી ગયો

DivyaBhaskar News Network | Updated - Mar 31, 2018, 05:00 AM
રેલવે કર્મીએ કામની ના પાડી, કોન્ટ્રાક્ટરે માર માર્યો
ગાંધીધામના રેલ્વે સ્ટેશન પર રેલ્વેના પરમેનેન્ટ વે ઇન્સપેક્ટરને કામ કરવા કહ્યું ઇન્સ્પેક્ટરે ના પાડી દેતાં કોન્ટ્રાક્ટરે હુમલો કરી દેતાં પીડબલ્યુઆઇએ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

આ બાબતે રેલવે પોલીસના તપાસ અધિકારી મહેન્દ્રસિંહ ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,શુક્રવારે સવારે રેલવેના પરમેનેન્ટ વે ઇન્સ્પેક્ટરની કચેરીમાં બેઠેલા લખનલાલ દેવીપ્રસાદને રેલવેના કોન્ટ્રાક્ટર જીજ્ઞેશે એક કામ કરવા જણાવ્યું હતું પરંતુ પીડબલ્યુઆઇએ આ કામ મારી અંડરમાં નથી આવતું તેવું કહેતાં કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઇ ગયો હતો અને ઝપાઝપી કરી માર માર્યો હોવાની ફરિયાદ પીડબલ્યુઆઇએ રેલવે પોલીસમાં નોંધાવી હતી,આ ફરીયાદના આધારે રેલવે પોલીસે સાક્ષીઓના નિવેદન લઇ કોન્ટટ્રાક્ટરને શોધવા તપાસ શરૂ કરી હતી પરંતુ આ ઘટના બાદ કોન્ટ્રાક્ટર નાસી ગયો હતો અને તેનો ફોન પણ બંધ આવી રહ્યો હોવાનું તપાસનીશ અધીકારીએ જણાવ્યું હતું.રેલવે પોલીસે ફરજ પર રૂકાવટ તેમજ માર માર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
રેલવે કર્મીએ કામની ના પાડી, કોન્ટ્રાક્ટરે માર માર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App