ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ડીપીટીના તેલચોરી પ્રકરણમાં નાર્કોટેસ્ટ માટે અધિકારી તૈયાર

    ડીપીટીના તેલચોરી પ્રકરણમાં નાર્કોટેસ્ટ માટે અધિકારી તૈયાર

    DivyaBhaskar News Network | Last Modified - Mar 31, 2018, 05:00 AM IST

    પોર્ટના અધિકારી મંડળે આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો
    • ડીપીટીના તેલચોરી પ્રકરણમાં નાર્કોટેસ્ટ માટે અધિકારી તૈયાર
      ડીપીટીના તેલચોરી પ્રકરણમાં નાર્કોટેસ્ટ માટે અધિકારી તૈયાર
      તેલચોરી કાંડમાં દીન દયાલ પોર્ટના બે પોલીસ અધિકારી સામે પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ અધિકારીને પોલીસે અંદાજે આઠ વખત ઇન્ટ્રોગેશન માટે બોલાવ્યા છતાં ધરપકડ કરી જ નથી. તેની સામે કોઇ એવો કેસ બનતો નથી, તેવો દાવો કરીને દીન દયાલ પોર્ટ ઓફિસર એસોસિએશન દ્વારા આ બાબતે પૂર્વ કચ્છના પોલીસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. જેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, બન્ને અધિકારીનો નાર્કોટેસ્ટ કરવો હોય તો પણ સહમત છે.

      ઓઇલ ચોરીના પ્રકરણમાં બે અધિકારીઓ અબ્દુલ આહદ અને એસ.સી. મોહંતીનો પણ સમાવેશ થાય છે. દીન દયાલ પોર્ટ ઓફિસર એસોસિએશન દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વડા વતી પી.કે. દીયોરાને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે, આ કેસ ભારતીય દંડ સંહિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પ્રાથમિક પુરાવા નથી, જેને લીધે પોલીસ તેમની ધરપકડ કરી શકે. ફરજમાં બેદરકારીનો કેસ હોઇ શકે જે અંગે ખાતાકીય તપાસ સુધી સીમીત રાખવા સુધીનો દાવો કરીને બન્ને અધિકારી વિરૂદ્ધ પુરાવા હોય તો તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને બન્ને અધિકારીઓ નિદોર્ષ છે તેની નાર્કોટેસ્ટની પણ બિનશરતી સહમતિ આપી છે. આ પ્રસંગે એસોસિએશનના રવી મહેશ્વરી, ડૉ. સુનિલ સુર્યવંશી, રીના રોશીયા, ડી.કે. ટંડન, રામપ્રસાદ, સુનીલ મેનન, ટી.આર. મકવાણા, દિપક રાણે વગેરે જોડાયા હતા.

      પોલીસ તટસ્થ દબાણ વગર તપાસ કરે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ડીપીટીના તેલચોરી પ્રકરણમાં નાર્કોટેસ્ટ માટે અધિકારી તૈયાર
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top