277 અરજીની મંજુરીનો માર્ગ મોકળો

આખરે રાજ્ય સરકારે બાંધકામના નિયમના નવા સુધારા બહાર પાડ્યા ગાંધીધામના જુના નિયમોને સરકારે બહાલી આપી પણ...

DivyaBhaskar News Network | Updated - Mar 31, 2018, 05:00 AM
277 અરજીની મંજુરીનો માર્ગ મોકળો
રાજ્ય સરકાર દ્વારા બાંધકામના સમાન નિયમો લાગુ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું અને તેની જાહેરાત કરવામાં આવતા તેમાં રહેલી કેટલીક ત્રુટીઓને કારણે થોડા સમય પહેલા ગાંધીનગરમાં મુખ્યમંત્રી સમક્ષ જુદા જુદા પ્રતિનિધિમંડળોએ રજૂઆતો પણ કરી હતી. નવા નિયમને કારણે ગાંધીધામમાં ખાસ્સી અસર પડે તેમ હોવાથી અહીંથી પણ પ્રતિનિધિમંડળે રજૂઆત કરી હતી. તેમાં ગાંધીધામમાં 1957ના પોતાના નિયમોનો હવાલો આપ્યો હતો. જે સુસંગત જણાતા ગાંધીધામ માટે ખાસ જોગવાઇ કરીને જુના નિયમો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હોવાની વિગત મળી રહી છે. જોકે, અન્ય પ્રોસીજર માટે રાજ્યના જુદા જુદા શહેરોની જેમ જ કાર્યવાહી કરવાની રહેશે તેમ જણાય છે. અલબત, આ નિયમની આંટીઘૂંટીના અર્થઘટન પછી હવે છેલ્લા ચાર મહિનાથી 277થી વધુ બાંધકામ માટેની અરજીઓ પેન્ડીંગ હતી તે મંજુર કરવાનો માર્ગ મોકળો થયો છે. જોકે, પ્રાથમિક વિગત હજુ ઉપલબ્ધ થઇ છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારે બાંધકામના નિયમો એક સરખા લાગુ કરવા માટે નક્કી કર્યું હતું અને તે અંગે કવાયત હાથ ધરીને અંદાજે આઠેક મહિના પહેલા તેની જાહેરાત કરવામાં આવી હતી. કરવામાં આવેલી જાહેરાતમાં ડી-6માં આવેલા ગાંધીધામમાં ઘણી સુસંગતતા અને અર્થઘટનના મુદ્દાઓ ઉભા થયા હતા. ગાંધીધામની ભૌગોલિક સ્થિતિ જે તે સમયની ધ્યાને રાખીને બનાવવામાં આવેલા નિયમો પછી આ નિયમમાં ફેરફાર થાય તો નવા બાંધકામોને ખાસ્સી અસર પડે અને જુના બાંધકામો જે બન્યા છે તેમાં પણ તોડફોડ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થાય તેવી દહેશત ઉઠી હતી. આ અંગે ભારે ચણભણાટ પણ જાગ્યો હતો. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે તેમાં નવા સુધારા લાગુ થતાં અટકેલી પરવાનગીઓને મંજુરી મળશે અને પ્લોટની સાઇઝ, માર્જીંગ, ઉંચાઇ, મળવા પાત્ર ઉપયોગ વગેરે વિસંગતતાઓ દૂર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલો છે. આ બાબતની જાણ થતાં ગાંધીધામના વર્તુળોમાં ખુશીની લાગણી દોડી ગઇ છે. જોકે, ગાંધીધામમાં થયેલા વિકાસ અને તેના આયોજનને અનુલક્ષી ગાંધીધામ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટીએ બનાવેલ નિયમો માટે પ્રોસીજર રેગ્યુલેશન સિવાય તમામ નિયમો તે મુજબ લાગુ રહેશે તેવી જાહેરાતમાં ઉલ્લેખ કરાયો છે જે અલગ રીતે કરાયેલા ઉલ્લેખને કારણે હવે સંભવત: કાલથી જ ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળમાં અટવાઇ ગયેલી 277 જેટલી બાંધકામની પરવાનગીની અરજીઓનો નિકાલ શરૂ થઇ જશે. જેનો માર્ગ મોકળો બનતાં અટકેલા બાંધકામો શરૂ થશે તેમ જણાય છે.

નાના મધ્યમ વર્ગને ધ્યાને રાખ્યું

300 ચોરસ મીટરના પ્લોટમાં નાના અને મધ્યમ વર્ગના મકાનોની જરૂરીયાત અંગે ધ્યાને લેતાં આગળના ભાગમાં અને અન્ય બાજુઓમાં જુની વ્યવસ્થા મુજબ 2.25 મીટરનું એકથી વધુ માર્જીન રાખવાની વ્યવસ્થા હતી તે બદલી 2 મીટરના માર્જીન નક્ક કરીયા છે. જેનો ગાંધીધામમાં લાભ મળશે તેવો આશાવાદ સેવવામાં આવી રહ્યો છે. આવી જ રીતે કચ્છના શહેરોમાં લોકોની માગણીને ધ્યાને લઇને 11 મીટર સુધીની ઉંચાઇના બાંધકામો બને તે માટે વ્યવસ્થા કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ સહિત કચ્છમાં ભૂકંપ ઝોન હોવાથી 1+2થી વધુ બાંધકામ થતું નથી.

X
277 અરજીની મંજુરીનો માર્ગ મોકળો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App