• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • 105 એકર જમીન પોર્ટ કર્મીઓ માટે અનામત રખાયાનો દાવો

105 એકર જમીન પોર્ટ કર્મીઓ માટે અનામત રખાયાનો દાવો

પ્લોટ માટે ભૂખ હડતાલ કરતા વેલ્ફેર એસોસિએશન નહીં અચકાય

DivyaBhaskar News Network | Updated - Mar 31, 2018, 05:00 AM
105 એકર જમીન પોર્ટ કર્મીઓ માટે અનામત રખાયાનો દાવો
દીન દયાલ પોર્ટના કર્મચારીઓને રહેણાંકના પ્લોટ નહીં અપાય તેવી પૂર્વ સાંસદ સાથેની મુલાકાતમાં ઇન્ચાર્જ ચેરમેન દ્વારા આપવામાં આવેલી માહિતીને લીધે કર્મચારીઓમાં ઉકળાટ વ્યાપી ગયો છે. અગાઉ પ્લોટ માટે ઉપવાસ આંદોલન ચલાવીને નવ દિવસ સુધી કેપીટી એમ્પ્લોયઝ વેલ્ફેર એસોસિએશનના મહામંત્રીએ આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. 105 એકર જમીન કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં પણ 105 એકર જમીનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સ્માર્ટ સિટીમાંથી આ જમીન બાકાત રાખવામાં આવી હોવાથી પોર્ટના કર્મચારીની આશા બંધાયેલી જ છે. જરૂર પડ્યે રહેણાંકના પ્લોટ માટે પુન: ભૂખહડતાલ કરવા માટે કેપીટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા જણાવવામાં આવતા આગામી દિવસોમાં કર્મચારીઓને થઇ રહેલા અન્યાયના મુદ્દે ફરી એક વખત લડતનું રણશિંગુ કંડલા પોર્ટ સામે કર્મચારીઓ ફૂંકે તેવું વાતાવરણ ઉભું થઇ રહ્યું છે.

કે.પી.ટી. એમ્પ્લોયીઝ વેલ્ફેર એસોસીએશનના મહામંત્રી નીતિન શાહે જણાવ્યું છે કે કર્મચારીઓને પ્લોટની ફાળવણીના મુદ્દે KPT એમ્પ્લોઈઝ વેલ્ફર એસોસિએશન એસોસીએશન દ્વારા વખતો વખત તમામ સ્તરે રજુઆતો કરવામાં આવી છે અને આ મુદ્દે 2011 માં રીલે ફાસ્ટ અને ધરણા ના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.સરકારે દરેક પોર્ટને સુચના આપી હતી કે જે પોર્ટ પાસે ટાઉનશીપની જમીન છે તે પોર્ટ ટાઉનશીપની જમીન માટેની લેન્ડ પોલીસી સરકારની મંજુરી માટે મોકલે. દિનદયાલ પોર્ટનું વહીવટીતંત્ર ટાઉનશીપની લેન્ડ પોલીસી કેન્દ્ર સરકારને મોકલવા તૈયાર થયું હતું તથા આજ ટાઉનશીપની લેન્ડ પોલીસી સરકાર સમક્ષ મંજૂરી માટે પડી છે. આ લેન્ડ પોલીસી માં કર્મચારીઓને પ્લોટ આપવાની સ્પષ્ટ જોગવાઈ પણ રાખવામાં આવી છે. આટલું જ નહિ પણ તે સમયના ચેરમેન ડો. પી.ડી. વાઘેલા એ 105 એકર જમીન કર્મચારીઓ માટે અનામત પણ રખાવેલ છે. અત્રે એ પણ ઉલેખનીય છે કે વર્ષ 2011માં આ એસોસિએશન દ્વારા જયારે આંદોલન અને આમરણ ઉપવાસ કરવામાં આવેલ ત્યારે યોગાનુયોગ પુનમબેન જાટ કચ્છ લોકસભાના સાંસદ હતા એ સમયે તેમણે કર્મચારીઓને રહેણાકના પ્લોટની ફાળવણી થાય એ મુદે ચિંતા દર્શાવી હોત તો કદાચ કર્મચારીઓને પ્લોટની ફાળવણાઇ ગયો હોત. કર્મચારીઓને રહેણાંકના પ્લોટની ફાળવણી થાય એ માટે એસોસીએશનના હોદેદારો તથા ડી.પી.ટી. ઓફિસર્સ એસોસીએશનના મહામંત્રી રવિ મહેશ્વરી તથા અન્ય પદાધિકારીઓ અવારનવાર શીપીંગ રાજ્ય મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરતા રહે છે. પોર્ટ માં કાર્યરત યુનિયનો પણ સક્રિય છે અને બન્ને લેબર ટ્રસ્ટીઓ મનોહર બેલાણી અને મોહન આસવાણીએ પણ વખતો વખત રજૂઆત કરી છે. KPT એમ્પ્લોઈઝ વેલ્ફર એસોસિએશન રહેણાંકના પ્લોટ માટે ભૂખ હડતાલ કરતા નહિ અચકાય.

શહેરના વિકાસ માટે અન્યોએ જોડાવવું પડશે

કે.પી.ટી. એમ્પ્લોઈઝ વેલ્ફેર એસોસીએશનના મહામંત્રી શાહ અને ડી.પી.ટી. ઓફિસર્સ એસોસીએશનના મહામંત્રી મહેશ્વરી એ એમ પણ જણાવ્યું છે કે ટાઉનશીપ પોલીસી માત્ર કર્મચારીઓ માટે નથી પરંતુ આખા ગાંધીધામ માટે છે તેથી ગાંધીધામની વિવિધ સંસ્થાઓએ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ટાઉનશીપની લેન્ડ પોલીસી મંજુર કરાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ જેથી કરી ને ગાંધીધામનો વિકાસ ફુલેફાલે. જ્યાં સુધી શહેરમાં જાગૃતિ નહિ આવે ત્યાં સુધી પોલીસી પડતર જ રહેશે અને જ્યાં સુધી પોર્ટ કર્મચારીઓને રહેણાંકના પ્લોટની ફાળવણીનો પ્રશ્ન છે તો

લેન્ડ પોલીસીમાં તમામ પોર્ટનો સમાવેશ થાય છે

૨૦૧૪ માં જે લેન્ડ પોલીસી કેન્દ્ર સરકારે બહાર પાડી છે તે બધા પોર્ટ માટે બહાર પાડવામાં આવી હતી. આ પોલીસીમાં દીનદયાલ પોર્ટના ઓપરેશનને લગતી કંડલા ખાતેની જમીનનો જ માત્ર સમાવેશ કરવામાં આવેલ છે જ્યારે ગાંધીધામ અને આદિપુર ટાઉનશીપની જમીન આ લેન્ડ પોલીસીમાંથી બાકાત રાખવામાં આવેલ છે.

X
105 એકર જમીન પોર્ટ કર્મીઓ માટે અનામત રખાયાનો દાવો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App