ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામ નગરપાલિકામાં ચાલતા ખટપટના રાજકારણને કારણે અનેકવિધ અસરો પડી

    ગાંધીધામ નગરપાલિકામાં ચાલતા ખટપટના રાજકારણને કારણે અનેકવિધ અસરો પડી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 31, 2018, 05:00 AM IST

    ગાંધીધામ નગરપાલિકામાં ચાલતા ખટપટના રાજકારણને કારણે અનેકવિધ અસરો પડી રહી છે. ભાજપની જૂથબંધી વિધાનસભા પછી પણ...
    • ગાંધીધામ નગરપાલિકામાં ચાલતા ખટપટના રાજકારણને કારણે અનેકવિધ અસરો પડી
      ગાંધીધામ નગરપાલિકામાં ચાલતા ખટપટના રાજકારણને કારણે અનેકવિધ અસરો પડી

      ગાંધીધામ નગરપાલિકામાં ચાલતા ખટપટના રાજકારણને કારણે અનેકવિધ અસરો પડી રહી છે. ભાજપની જૂથબંધી વિધાનસભા પછી પણ યથાવત રહેવા પામી હોય તેમ જણાઇ રહ્યું છે. મુખ્ય બજારમાં 1.25 કરોડના ખર્ચે પેવર બ્લોકના યોજાયેલા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોની પાંખી હાજરી ઉડીને આંખે વળગતી હતી. આ વિસ્તારના વેપારીઓ પણ ઓછો ઉમળકો દાખવ્યો હોય તેમ જણાતું હતું. સંગઠનના આગેવાનો પણ એક યા બીજા કારણોસર હાજર ન રહ્યા, જેને કારણે ભાજપમાં પુન: કચવાટ શરૂ થયો છે. શહેરમાં કરવામાં આવી રહેલા કામોમાં કેટલાક કામોમાં લોટ પાણી ને લાકડાની ફરિયાદો ઉઠી રહી છે. નબળા કામ કરનારાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાની ફરિયાદ પણ વધી રહી છે. કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, ઉપપ્રમુખ કાનજીભાઇ ભર્યા, જે.પી. મહેશ્વરી, પુનીત દુધરેજીયા, મધુકાંતભાઇ શાહ, ઘેલાભાઇ ભરવાડ, રમેશભાઇ ધનવાણી, જીતુભાઇ નાથાણી, કમલેશ પરીયાણી વગેરે હાજર રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામ નગરપાલિકામાં ચાલતા ખટપટના રાજકારણને કારણે અનેકવિધ અસરો પડી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `