Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જે તે વિસ્તારમાં ખાતમુહૂર્તની કામગીરી

જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જે તે વિસ્તારમાં ખાતમુહૂર્તની કામગીરી

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 05:00 AM

જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જે તે વિસ્તારમાં ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવે છે તેમાં મંડપ બાંધવાથી...

  • જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જે તે વિસ્તારમાં ખાતમુહૂર્તની કામગીરી
    જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જે તે વિસ્તારમાં ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવે છે તેમાં મંડપ બાંધવાથી માંડીને મીઠાઇની સુવિધા કોન્ટ્રાકટરે કરવાની હોય છે. બહાર ગામના કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હોવાથી તેને આ બાબતની જાણકારી હોય કે કેમ તે એક પ્રશ્ન છે. પરંતુ આજે મંડપની કોઇ વ્યવસ્થા જ કરાઇ ન હતી. તેના કારણે કોન્ટ્રાક્ટરને ઠપકો પણ સહન કરવો પડ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટરે પણ લમણાઝીક કરીને આવી કોઇ સુવિધા ન થાય તેવું અધિકારીઓને સંભળાવી દીધું હતું.

    ચીફ ઓફિસર ગેરહાજર

    સતત વિવાદમાં રહેલા અને પાલિકામાં પણ ઓછી હાજરી હોવાની સાથે સાથે ટેલિફોનીક સંદેશા વ્યવહારમાં પણ માનતા ન હોય તેવા ચીફ ઓફિસર નીતિન બોડાતની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. ઓફિસ અવર્સ દરમિયાન પણ અવારનવાર તેઓ કોઇને કોઇ કામ પ્રસંગે બહાર ગામ જ રહેતા હોવાનો ચણભણાટ પદાધિકારી વર્તુળોમાં ઉઠી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending