ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ડે. ચેરમેન સહીતના અધિકારીનો કાફલો મુંબઇ દોડી ગયો

    ડે. ચેરમેન સહીતના અધિકારીનો કાફલો મુંબઇ દોડી ગયો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:00 AM IST

    દિનદયાલ પોર્ટમાં કાયમી ચેરમેનની નિમણૂંક કરવામાં ન આવતા મુંબઇ પોર્ટના ચેરમેનને વધારાનો હવાલો આપવામાં આવ્યો...
    • ડે. ચેરમેન સહીતના અધિકારીનો કાફલો મુંબઇ દોડી ગયો
      ડે. ચેરમેન સહીતના અધિકારીનો કાફલો મુંબઇ દોડી ગયો



      દિનદયાલ પોર્ટમાં કાયમી ચેરમેનની નિમણૂંક કરવામાં ન આવતા મુંબઇ પોર્ટના ચેરમેનને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. તેઓએ તાજેતરમાં આવીને દોઢ દિવસ સુધી બેઠકો પણ યોજી હતી. ત્યારબાદ તાજેતરમાં ડેપ્યુટી ચેરમેન સહીતના અધિકારીઓને મુંબઇના તેડાથી અનેકવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. મગનું નામ મરી પાડવા કોઇ તૈયાર નથી. પરંતુ પોર્ટનો વિકાસ અટકે નહી અને સતત નંબર 1 નુ સ્થાન જાળવી રાખે તે માટે પગલા ભરવાની સાથે સાથે અટકેલા પ્રોજેક્ટને ગતિ મળે તે માટે પણ બોલાવવામાં આવ્યા હોવાની સંભાવના સુત્રો દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યો છે.

      પોર્ટના વર્તુળોમાંથી મળતી માહીતી મુજબ કંડલા પોર્ટમાં સેનાપિતની વરણી થઇ શકી નથી. હંગામી ધોરણે રગાસીયો વહીવટ આપવા મુંબઇ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાને વધારાનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે. કડક અધિકારીની છાપ ધરાવતા ભાટીયાએ તાજેતરમાં ગાંધીધામ આવીને વિવિધ બાબતોની ચકાસણી કરી હતી અને તેની સાથે આવેલા અધિકારીઓએ પણ માહિતી મેળવી હતી. ચેરમેન મુંબઇ ગયાને બહુ સમય થયો ન હોઇ તેવા સંજોગોમાં ડેપ્યુટી ચેરમેન આલોકસિંહ સહીતના અન્ય એન્જીનીયર કક્ષાના રવિન્દ્ર રેડ્ડી વગેરેનું તેડું આવ્યું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ડે. ચેરમેન સહીતના અધિકારીનો કાફલો મુંબઇ દોડી ગયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `