ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» સપનાનગરમાં વર્ષો જુનું ઝાડ તોડી પડાતા ઉહાપોહ

    સપનાનગરમાં વર્ષો જુનું ઝાડ તોડી પડાતા ઉહાપોહ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:00 AM IST

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા એક બાજુ વિકાસના બહાને 7 જેટલા વૃક્ષોને દુર કરવા માટે મામલતદાર કચેરીમાં મંજુરી...
    • સપનાનગરમાં વર્ષો જુનું ઝાડ તોડી પડાતા ઉહાપોહ
      સપનાનગરમાં વર્ષો જુનું ઝાડ તોડી પડાતા ઉહાપોહ
      ગાંધીધામ નગરપાલિકા દ્વારા એક બાજુ વિકાસના બહાને 7 જેટલા વૃક્ષોને દુર કરવા માટે મામલતદાર કચેરીમાં મંજુરી માંગવામાં આવી છે ત્યારે સપનાનગર વિસ્તારમાં વર્ષો જુના કોઇ લીમડાના ઝાડને દુર કરવા માટે પગલા ભરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી હતી. વનવિભાગ સહીત મામલતદાર કચેરીમાં આ બાબતે રજુઆત પણ કરવામાં આવી પરંતુ કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવી નથી.

      જાણકાર વર્તુળોમાંથી મળતી માહીતી મુજબ સપનાનગર વિસ્તારમાં એક રહીશ દ્વારા કોઇ કારણોસર વર્ષો જુનું લીમડાના વૃક્ષનો નિકાલ કરવા માટે મન બનાવવામાં આવ્યું હતું. રવિવારે રજાના દિવસે જ આ વૃક્ષ દુર કરવા માટે પગલા ભરવામાં આવતા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આસપાસના રહીશોએ વર્ષો જુના આ વૃક્ષના છાંયડા અને પર્યાવરણની સમતુલા સહીતની બાબતની દુહાઇ દઇને વૃક્ષ ન કપાય તે માટે માંગણી કરી હતી પરંતુ રહીશ માન્યા ન હતા અને આખરે આ મામલે મામલતદાર, વનવિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ કોઇ પગલા ભરવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું નથી. વનવિભાગના સુત્રોના જણાવ્યા મુજબ તેમની પાસે આ બાબતે કોઇ ફરિયાદ આવી નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સપનાનગરમાં વર્ષો જુનું ઝાડ તોડી પડાતા ઉહાપોહ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `