• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • આદિપુરમાં ટ્રકની હડફેટે દ્વિચક્રી વાહન આવતા વિદ્યાર્થિની ઘાયલ

આદિપુરમાં ટ્રકની હડફેટે દ્વિચક્રી વાહન આવતા વિદ્યાર્થિની ઘાયલ

આદિપુર મધ્યે 19 વર્ષીય છાત્રા પોતાની સહાધ્યાયી સાથે ટ્યુશન જઈ રહિ હતી ત્યારે ટ્રકની અડફેટૅ આવી ઘાયલ થઈ હતી. તેનો...

DivyaBhaskar News Network | Updated - Feb 27, 2018, 05:00 AM
આદિપુરમાં ટ્રકની હડફેટે દ્વિચક્રી વાહન આવતા વિદ્યાર્થિની ઘાયલ
આદિપુર મધ્યે 19 વર્ષીય છાત્રા પોતાની સહાધ્યાયી સાથે ટ્યુશન જઈ રહિ હતી ત્યારે ટ્રકની અડફેટૅ આવી ઘાયલ થઈ હતી. તેનો હાથ ટ્રકની નીચે આવી જતા ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાથી રોષે ભરાયેલા ટોળાએ ટ્રકના ટાયરોની હવા કાઢી નાખી હતી.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સોમવારના સવારના અરસામાં શીંવાગી મીશ્રા પોતાની સહાધ્યાયી સાથે દ્રિચક્રિ વાહન પર ટ્યુશને જઈ રહિ હતી ત્યારે ટ્રકે એક્ટીવાને અડફેટૅ લેતા છાત્રા ફંગોળાઈને નીચે પટકાઈ હતી અને તેનો એક હાથ ટ્રકના ભારે વાહનો વચ્ચે ફસડાઈ પડ્યો હતો. જેના કારણે તેને હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. ઘટના હરી ઓમ હોસ્પીટલની સામેજ બની હોવાથી છાત્રાને તાત્કાલીક હોસ્પીટલમાં લઈ જઈ સારવાર શરુ કરાઈ હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ આદરી હતી. ભારે વાહનોને શહેરના આંતરીક માર્ગો પર પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતા બીન્ધાસ્ત રીતે ટ્રક, અને ડમ્પરો ઘણી વાર જતા જોવા મળે છે ત્યારે તંત્ર ભારે વાહનો પર પ્રતિબંધના નિયમને શખ્તાઈ પુર્વક લાગુ કરે તે માટેનો સુર ઉઠવા પામ્યો હતો. અહિ નોંધવુ રહ્યુ કે ટાગોર રોડ પર પણ પ્રતિબંધ છતા સવારના ભાગે ભારે વાહનો જોવા મળતા હોય છે.

X
આદિપુરમાં ટ્રકની હડફેટે દ્વિચક્રી વાહન આવતા વિદ્યાર્થિની ઘાયલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App