Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ આઈટી વિભાગ દ્વારા જ કાર્યવાહી, કરચોરોમાં ફફડાટ

ગાંધીધામ આઈટી વિભાગ દ્વારા જ કાર્યવાહી, કરચોરોમાં ફફડાટ

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 05:00 AM

ગાંધીધામ સ્થીત જિલ્લાની મુખ્ય આવકવેરા કચેરી દ્વારા અંજારમાં ત્રણ અને ગાંધીધામમાં એક જ્વેલર્સને ત્યાં સર્વેની...

  • ગાંધીધામ આઈટી વિભાગ દ્વારા જ કાર્યવાહી, કરચોરોમાં ફફડાટ
    ગાંધીધામ સ્થીત જિલ્લાની મુખ્ય આવકવેરા કચેરી દ્વારા અંજારમાં ત્રણ અને ગાંધીધામમાં એક જ્વેલર્સને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહિમાં દસ્તાવેજો જપ્ત કરવા સાથે નિવેદનો નોંધવામાં

    આવ્યા હતા.

    ઈન્કમટૅક્સ વિભાગના સતાવાર સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આવકવેરા વિભાગ દ્વારા અંજારમાં સોની રમણીક નાનાલાલ, મોહનલાલ નારણજી સોની અને સોની નારણજી મોરારજી એન્ડ કંપની તેમજ ગાંધીધામમાં નારાયણ જ્વેલર્સ ખાતે સર્વેની કામગીરી ચાર ટીમો દ્વારા હાથ ધરાઈ હતી. એડીશનલ કમીશ્નર લલીત જૈનની આગેવાનીમાં થઈ રહેલી આ કાર્યવાહિ મોડી રાત સુધી ચાલશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ. જેથી ડિસ્કોલઝર સહિતની બાબતો અંગે આજે વિગતો બહાર આવે તેવી સંભાવના છે. 2017-’18 નાણાકીય વર્ષેની પુર્ણાહુતી આડૅ હવે મહિનો રહ્યો છે ત્યારે આવકવેરા વિભાગ દ્વારા ચાર જ્વેલર્સને ત્યાં કાર્યવાહિ કરાતા કરચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને સીએ, એકાઉન્ટ્સના ફોન રણકવા લાગ્યા હતા.

    અંજાર, ગાંધીધામમાં 4 જ્વેલર્સ પર ઈન્કમટૅક્સ વિભાગ ત્રાટક્યો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ