તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખલાઓ ઝઘડતા કારને નુકસાન થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરનાએસબીએક્સ 15 વાળી વિસ્તારમાં આખલાઓ બાખડતાં પાર્ક કરવામાં આવેલી ગાડીઓને નુકસાની થઇ પડી હતી. રાતના થયેલી ઘટના બાદ સવારે લોકોને આશ્ચર્યનો આંચકો ખાવો પડ્યો હતો.

એસબીએક્સ વિસ્તારમાં ઘરની સામે પાર્ક કરેલી હરિભાઇ બારોટની કારને રાત્રીના ભાગે આખલાઓ બાખડતાં નુકસાની થઇ હતી. આસપાસના અન્ય નાના-મોટા વાહનોને પણ નુકસાની પહોંચી હતી. સવારે લોકો ઘરની બહાર નિકળતા વાહનોમાં ગોબા પડેલા તથા દ્વી-ચક્રી વાહનો પડેલા હોતાં આશ્ચર્યમાં મુકાયા હતા. બાદમાં જો કે આખલા બાખડ્યા હોવાનું સામે આવતાં કુતુહુલ પણ ફેલાયું હતું. જો કે નાહક 10 હજારના ખાડામાં ઉતરેલા નાગરિકોમાં રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...