તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 5 કરોડના વર્ક ઓર્ડર કાઢવામાં અખાડા

5 કરોડના વર્ક ઓર્ડર કાઢવામાં અખાડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ પાલિકામાં વિકાસના કામો કરવા માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા જુદી જુદી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. અગાઉ પાંચેક કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી તેના કામ કરવા માટે ધીમીગતીએ વહીવટ ચલાવ્યા પછી ટેન્ડરીંગની પ્રર્થા બાદ હવે વર્ક ઓર્ડર આપવામાં અખાડા કરવામાં આવી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે. કારોબારી સમિતિએ મંજુર કરેલા ટેન્ડરના વર્ક ઓર્ડર આપવામાં થઇ રહેલા વિલંબથી વિકાસ કામમાં ઓટ આવે તેવી શક્યતા ઉભી થઇ છે.

પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં વિકાસ કામ કરવા માટે અગાઉ થોડા સમય પહેલા તોતીંગ રકમ આવી હતી. રકમમાંથી જુદા જુદા વોર્ડના કામો જેમાં રસ્તા, ડ્રેનેજ વગેરેની સુવિધા ઉભી કરવા નક્કી કરવામાં આવ્યું હતું. દરખાસ્ત તૈયાર કરવામાં આવ્યા પછી પાલિકામાં ભાજપના ચાલતા આંતરીક ડખ્ખામારીના ખેલમાં લાંબા સમયથી આગળ કાર્યવાહી થતી હતી. ત્યાર બાદ કારોબારી સમિતિની બેઠકમાં આખરે જુદા જુદા કામોને મંજુરી આપવામાં આવી હતી. હાલ વર્ક ઓર્ડર આપવામાં વિલંબ થઇ રહ્યો હોવાનો કલબલાટ શરૂ થયો છે. આગામી દિવસોમાં મુદ્દે કંઇક નવાજુની થાય તો નવાઇ નહીં. વર્ક ઓર્ડર કાઢતા પહેલા પ્રમુખની મંજુરી માટે મુકવાની નવી પ્રર્થાની સૂચના પણ આપવામાં આવતા પાલિકામાં હાલ બાબત પણ ચર્ચાના ચકડોળે ચડી છે.

અગાઉ પણ બે વખત કામો અટકી ગયા હતા

પાલિકાનાવર્તુળોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા જુદા જુદા કામોની દરખાસ્ત કરવાની હતી. પરંતુ આવેલી રકમમાંથી ક્યાં કેટલી રકમ વાપરવી તે નક્કી થઇ શક્યું હતું. ત્યાર બાદ જે તે વોર્ડમાં કામ કરવાનું નક્કી કરવામાં આવ્યા પછી પણ તેને લીલીઝંડી આપવામાં આવતા કામમાં વિલંબ થયો હતો. આવો કિસ્સો ત્યાર બાદ પણ બન્યો છે.

ભાજપનીભવાઇનો લોકો ભોગ બની રહ્યા છે

પાલિકામાંબે જૂથ વચ્ચે હાલ ઠંડુયુદ્ધ ચાલી રહ્યું છે. એક યા બીજા કારણોસર બીજા જુથને પછાડવા માટે અન્ય જૂથ દ્વારા કોઇ તક છોડવામાં આવતી નથી. સત્તાના સાંઠમારીના શરૂ થયેલા રાજકારણને કારણે કામો અટવાતા તેની સીધી અસર લોકોની સુવિધા પર પડે તેવું વાતાવરણ ઉભું થઇ રહ્યું છે. બે આખલાની લડાઇમાં ઝાડનો ખો નિકળે તે પદ્ધતિએ હાલ ભાજપની ભવાઇથી લોકોને ભોગ બનવું પડે તેવી પરીસ્થિતિનું ધીરે ધીરે નિર્માણ થઇ રહ્યું હોય તેવું વાતાવરણ ઉભું થઇ રહ્યું છે. જિલ્લા ભાજપના મોવડી મંડળ દ્વારા ભજવાતી ધુતરાષ્ટ્રની ભૂમિકા પણ કંઇક નવો સંદેશો લોકોને આપી રહી છે.

ગાંધીધામ પાલિકાના વિકાસ કામમાં ઓટ આવે તેવી શક્યતા

અન્ય સમાચારો પણ છે...