Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » પાટણના બનાવમાં અધિકારીઓની નિષ્કાળજી જવાબદાર હોવાનો આક્ષેપ

પાટણના બનાવમાં અધિકારીઓની નિષ્કાળજી જવાબદાર હોવાનો આક્ષેપ

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 04:55 AM

પાટણના અગ્રણીએ આત્મવિલોપનનું પગલુ ભર્યુ છે તેની પાછળ અધીકારીઓની નિષ્કાળજી ગેરજવાબદાર ભરુ વર્તન જવાબદાર હોય...

  • પાટણના બનાવમાં અધિકારીઓની નિષ્કાળજી જવાબદાર હોવાનો આક્ષેપ
    પાટણના અગ્રણીએ આત્મવિલોપનનું પગલુ ભર્યુ છે તેની પાછળ અધીકારીઓની નિષ્કાળજી ગેરજવાબદાર ભરુ વર્તન જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહિની માંગણી સાથે આજે જેડીએમ યુવા સંગઠન દ્વારા અવાજ ઉઠાવાયો હતો. મામલતદારને આવેદન પત્ર આપીને યોગ્ય કાર્યવાહિ કરવા માંગણી કરાઈ હતી.

    મામલતદારને અપાયેલા આવેદન પત્રમાં જણાવાયુ હતુ કે સ્વ. ભાનુભાઈ વણકરના આત્મવિલોપન પ્રેરીત કરનાર અને જિલ્લા પ્રશાસનના અધિકારીને અરજી કરી હતી. જમીન બાબતે અપાયેલી ચીમકી પર જિલ્લા ક્લેક્ટર કચેરીએ ધ્યાન આપ્યુ નહતુ.15/02/18 સુધીમાં નિવેડો ન આવે તો આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હતી. તે બાબતે તંત્રે ગંભીરતા દાખવવાની જરુર હતી. આ બાબતે સત્વરે જવાબદારો સામે કાર્યવાહિ કરવામા નહિ આવે તો કોઇ અનીચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી તંત્રની રહેશે જેથી કાર્યવાહિ કરવા માંગણી કરાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending