• Gujarati News
  • National
  • ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કામોમાં વિવાદ ઉભા

ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કામોમાં વિવાદ ઉભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કામોમાં વિવાદ ઉભા થાય છે. 15 કરોડના નાળાના ટેન્ડરમાં અગાઉ ચણભણાટ બાદ એમ્યુઝમેન્ટ પાર્કમાં ટેન્ડરીંગના મુદે પણ પ્રશ્નો ઉભા થયા છે. કારોબારીની બેઠકમાં ટેન્ડરીંગના મુદે શું નિર્ણય લેવામાં આવે છે તેની ઉપર એક વર્તુળની મીટ મંડાણી છે.

ગત બોડી વખતે કરવામાં આવેલા કામોમાં પણ વાદવિવાદ થતા હતા. અંદાજે 65 કરોડના કામો ગત પાંચ વર્ષના સમયમાં કરવામાં આવ્યા હોવાનો દાવો પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વખતો વખત સામાન્ય સભામાં સીંગલ ટેન્ડર પાસ કરવાના મુદે વિપક્ષ દ્વારા ઉહાપોહ મચાવવામાં આવતો હતો પરંતુ ફરી વખત ટેન્ડર બહાર પાડવામાં આવતા સમય જાય તેવું બહાનું કાઢીને સીંગલ ટેન્ડરને કામ આપી દેવામાં આવતું હતું. આવી જ પધ્ધતિ વર્તમાન સમયે પણ ચાલી રહી છે. હાલ 15 કરોડના વરસાદી નાળાના ટેન્ડરના ઉહાપોહ પછી એમ્યુઝમેન્ટ પાર્કના ટેન્ડરના ટુકડા પાડવામાં આવ્યા તે પ્રશ્ન પણ ભાજપમાં ચર્ચાસ્થાને રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...