Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામની જુની સુંદરપુરી પ્રાથમિક શાળાના શિક્ષીકા સામે વિદ્યાર્થીઓને હેરાનગતિ

ગાંધીધામની જુની સુંદરપુરી પ્રાથમિક શાળાના શિક્ષીકા સામે વિદ્યાર્થીઓને હેરાનગતિ

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 04:55 AM

ગાંધીધામની જુની સુંદરપુરી પ્રાથમિક શાળાના શિક્ષીકા સામે વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવા સહીતના મુદે ફરિયાદ થતા...

  • ગાંધીધામની જુની સુંદરપુરી પ્રાથમિક શાળાના શિક્ષીકા સામે વિદ્યાર્થીઓને હેરાનગતિ

    ગાંધીધામની જુની સુંદરપુરી પ્રાથમિક શાળાના શિક્ષીકા સામે વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવા સહીતના મુદે ફરિયાદ થતા 21મી ઓકટોબરના તેની બદલી કરવામાં આવી હતી. બદલી કરવામાં આવ્યા પછી આ શિક્ષીકાને ફરીથી આ જ સ્થળે મુકવાની જાણ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જન્મી હતી અને અગાઉ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરી તેને અહીં ન મુકવા કરેલી માંગણી પ્રત્યે ધ્યાન ન આપતા આખરે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કુલને તાળાબંધી કરવાની નોબત આવી હતી.

    મળતી માહીતી મુજબ જુની સુંદરપુરી પ્રાથમિક શાળાની શિક્ષીકા અલકાબેન ઠક્કર, મનમાની નીતિ અપનાવી રહ્યા છે. વાલીઓને સારી રીતે જવાબ આપતા ન હતા તે સહીતના મુદે શાળાના આચાર્યને રજુઆત કરવામાં આવતા તેની સુચનાનું પણ પાલન કરવામાં આવતું ન હતું. ત્યારબાદ સમાજના આગેવાનો, કારોબારી સમિતિ અને કાઉન્સીલરની મીટીંગ યોજાઇ હતી જેમાં આ શિક્ષીકાની બદલીની માંગણી કરવામાં આવી હતી. શિક્ષીકાને ફરી આ શાળામાં ન મુકવા પણ જાણ કરવામાં આવ્યા છતાં તેને પુન: આ શાળામાં મુકવામાં આવ્યાની જાણ થતા 26મીએ બપોરે 12.30 કલાકે શાળાનો ગેઇટ બંધ કરીને તાળાબંધી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ શાળામાં અંદરોઅંદરની ખટપટના કારણે પણ કઇક આવા પ્રશ્નો ઉભા થયા હોય તેવી વાત બહાર આવી હતી. સત્ય હકીકત તો શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવામાં આવે ત્યારબાદ જ બહાર આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ