• Gujarati News
  • National
  • આદિપુર ગાંધીધામમાં વીજળી બંધ રહેશે

આદિપુર-ગાંધીધામમાં વીજળી બંધ રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા આદિપુર, ગાંધીધામ અને કાસેઝ સબ ડીવીઝન કાર્યક્ષેત્ર હેઠળ આવતા 11 કેવી ફિડરમાં સમારકામના પગલે તા.16થી 18 સુધી ત્રણ દિવસ જુદા જુદા વિસ્તારમાં તબક્કાવાર મરંમતની કામગીરીના પગલે વીજ પુરવઠો નહીં મળે.

તા.16ના સેક્ટર 1, 3, 4, 5, 6, ગણેશનગર તેમજ ફીડર 11 કેવી ગણેશનગર ફીડર વિસ્તાર, તા.18ના 11 કેવી આઇઓસી, એલપીજી ફીડરમા આવતા વિસ્તાર અને તા. 18ના 11 કેવી વરસાણા ઇન્ડસ્ટ્રીઝ ફીડરના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 8 કલાકથી બપોરે 4 કલાક સુધી મરંમતની કામગીરી દરમિયાન બંધ રહેલ વીજ પુરવઠો કામગીરી પછી પુન: શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...