• Gujarati News
  • National
  • એક વીજ ક્નેક્શન પરથી ચાલે છે ચાર ચાર દુકાન!

એક વીજ ક્નેક્શન પરથી ચાલે છે ચાર-ચાર દુકાન!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનેશનલ હાઈવે પર આવેલા કોમ્પ્લેક્સમાં એક વીજ કનેક્શન પર ચારથી વધુ દુકાન ચલાવી ગેરરીતિ આચરાતી હોવાની ફરિયાદ બાદ પણ તંત્ર દ્વારા તેના પર લાલ આંખ કરવાના બદલે ઢીલી નીતિ અપનાવી હોવાનો આરોપ લાગી રહ્યો છે. ઉપરાંત આરટીઆઈના જવાબમાં આપેલા જવાબમાં ફલિત થાય છે તે મુજબ લાંબા સમયથી જેમણે બિલ પણ ભર્યું નથી, તેમના ક્નેક્શન પણ કાપવાની કાર્યવાહી કરાઈ નથી.

ગાંધીધામના એસ.ટી. બસ સ્ટેશન પાસે આવેલી અરૂણ કોમ્પ્લેક્સમાં એક આરટીઆઈ દ્વારા કરાયેલી અરજીના જવાબમાં પીજીવીએસએલ દ્વારા જણાવાયું છે કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી બિલ ભર્યું હોય તેવા 8 મીટરધારકો છે. જેમના પર કોઇ કાર્યવાહી કરાઈ નથી, તો તેજ વિસ્તારમાં અઢળક દુકાનોમાં એક કનેક્શન પર ત્રણથી ચાર દુકાનો ચાલતી હોય તેવા પણ દાખલા હોવા છતા તેના પર કાર્યવાહી કરવાથી તંત્ર કતરાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...