• Gujarati News
  • National
  • ગાંધીધામનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે

ગાંધીધામનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે 5.73 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. પાલિકાએ શહેરીજનોને પુરતા પ્રમાણમાં વ્યવસ્થિત સુવિધા મળી રહે તે હેતુથી જુદા જુદા કામો અંગેનું આયોજન કરીને અંગેની દરખાસ્ત શહેરી વિકાસ વિભાગમાં કરી દેવામાં આવી છે. પાલિકાએ શહેરના 13 વોર્ડના જુદા જુદા કામોનો અંદાજે 5.92 કરોડનો અંદાજ મોકલ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજની સંસ્થાઓને વિકાસ કામો માટે રકમની ફાળવણી કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમ પછી અપાયેલી રકમ અંગેની માહિતી મોકલી આપવામાં આવી હતી. ગાંધીધામ પાલિકાને ફાળે અંદાજે 5.75 રકમ આવી હતી. રકમમાંથી જુદા જુદા કામો સુચવવામાં આવ્યા હતા. પાલિકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રા, કારોબારી સમિતિ ચેરમેન તારા ચંદનાની સહિતના પદાધિકારીઓ દ્વારા આવેલી ગ્રાન્ટમાંથી તમામ નગરસેવકોને ફાળે તેના વોર્ડના વિકાસ કામ માટે રકમ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો હતો અને વોર્ડ દીઠ 30 લાખની રકમ સૂચવવા જણાવ્યું હતું. સુચનના પગલે પાલિકાના સભ્યોએ તેના વિસ્તારના જુદા જુદા કામોની દરખાસ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...