તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કર્મીની ભરતી બઢતીના નિયમ મુદ્દે 19 વાંધા COએ સાંભળ્યા

કર્મીની ભરતી-બઢતીના નિયમ મુદ્દે 19 વાંધા COએ સાંભળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકાના કર્મચારીની બઢતી અને ભરતી અંગે થોડા સમય પહેલા નિયમ તૈયાર કરીને નિયામકની સૂચના મુજબ વાંધા- સૂચનો માંગવામાં આવ્યા હતા. કર્મચારી મંડળથી માંડી વ્યક્તિગત રીતે પણ પાલિકાના કર્મચારીઓએ નિયમનો અભ્યાસ કરીને ભવિષ્યમાં થનાર અન્યાય સંદર્ભે તૈયારી શરૂ કરી હતી. દરમિયાન નિયમ મુજબ આજે ચીફ ઓફિસર દ્વારા વાંધા સૂચનો માંગવામાં આવતા 19 જેટલા વાંધા સાંભળવામાં આવ્યા હતા. જેમાં વ્યક્તિગત અને કર્મચારી મંડળનો પણ સમાવેશ થાય છે.

પાલિકાના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ અને અર્ધસરકારી સંસ્થાઓ માટે નીતિ નિયમો નક્કી કર્યા છે. કર્મચારીની ભરતી અને બઢતી માટે કરવામાં આવતી કામગીરી અંતર્ગત નિર્ણય લેવામાં આવતા હોય છે. નગરપાલિકાના નિયામક દ્વારા દોઢેક મહિના પહેલા આવેલી સૂચનાના પગલે પાલિકાએ તૈયાર કરેલા બઢતી અને ભરતીના નિયમો નોટિસ બોર્ડ ઉપર મુકીને વાંધા માંગ્યા હતા. નોટિસ બોર્ડ પર મુકવામાં આવેલા બે વાંધાઓ સામે કેટલીક ક્ષતીઓ અંગે કર્મચારીઓમાં કચવાટ પણ ઉભો થયો હતો. કરવામાં આવેલા નીતિ નિયમમાં કેટલીક જોગવાઇઓ કર્મચારી વિરૂદ્ધ હોવાથી મુદ્દે ભવિષ્યમાં થનારી તેની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને હોમવર્ક પણ કરીને કાનૂની રીતે અભિપ્રાય પણ કેટલાક કર્મચારીએ લઇને નિયમ મુજબ વાંધા રજૂ કર્યા હતા. પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત દ્વારા આજે વાંધા સૂચનો સાંભળવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. 19 જેટલા વાંધા સૂચનો સાંભળીને નિયામકમાં મોકલી આપવા માટે તજવીજ હાથ ધરી હોવાની વિગત મળી રહી છે.

ગાંધીધામ પાલિકાની વહીવટી કામગીરી

અન્ય સમાચારો પણ છે...