તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વચલી બજારમાં ડ્રેનેજની સફાઇ પછી ગંદકીથી વેપારીઓમાં રોષ

વચલી બજારમાં ડ્રેનેજની સફાઇ પછી ગંદકીથી વેપારીઓમાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામપાલિકા દ્વારા ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવવા ભરવામાં આવતા પગલામાં પણ કેટલીક વખત વેઠ ઉતારવામાં આવતા પરીસ્થિતિ ગંભીર બનતી હોય છે. શહેરના હાર્દસમા વચલી બજાર વિસ્તારમાં ડ્રેનેજની સફાઇ કર્યા પછી ગંદકી રસ્તા પર રાખી મુકતા વરસાદી વાતાવરણને કારણે ગંદકી ફેલાઇ ગઇ હતી અને વેપારીઓમાં રોષની લાગણી જન્મી છે. પાલિકા સામે ફિટકાર વરસાવીને વેપારીઓ તાકીદે પગલા ભરાય તેવી માગણી કરી રહ્યા છે.

સફાઇ પછી ંદકી ઉપાડવામાં આવતી નથી

ઉલ્લેખનીયછે કે, જે તે સ્થળે ડ્રેનેજની સફાઇ કરવામાં આવ્યા પછી ગંદકી સાઇડમાં મુકી રાખવામાં આવે છે, જેને કારણે અવારનવાર જે તે વિસ્તારમાં સમસ્યાઓ પણ ઉભી થાય છે. બાબતે રજૂઆત કરવામાં આવ્યા છતાં પાલિકા દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી.

વરસાદના પગલે ખુલ્લી ગટર પાસે રસ્તા પર ગંદકી

પાલિકા દ્વારા કરવામાં આવતા કામોમાં ઉઠી રહેલી ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...