તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લીલાશાહમાં કલાકો સુધી અંધારપટ છવાયો

લીલાશાહમાં કલાકો સુધી અંધારપટ છવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામઅને આદિપુર વીજ તંત્રની અકોણી નીતિને કારણે લોકોને અવારનવાર પરેશાનીમાં મુકાવવું પડે છે. સામાન્ય વરસાદી છાંટા પડતાં લાઇટ ડૂલ થઇ જતાં લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આજે પણ તેનું પુનરાવર્તન થયું હતું. જેમાં લીલાશાહ સહિતના વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

પ્રિ-મોન્સુનની કામગીરીના પગલે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા પછી પણ વીજ તંત્રની કામગીરી અવારનવાર ટીકાપાત્ર બની રહી છે. ચોમાસાની સીઝનમાં વીજળીની આવન-જાવન રૂટીન બાબત બની ગઇ છે. દરમિયાન પીજીવીસીએલ દ્વારા 11 કેવી ગોપાલપુરી ફિડરમાં આવતા અપનાનગર, કસ્ટમ કોલોની વગેરે વિસ્તારમાં તા.15ના મરંમતનું મુહૂર્ત કાઢતાં સવારે 8થી બપોરે 2 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...