• Gujarati News
  • અંજારમાં રસ્તા પર પડતાં આધેડનું મોત

અંજારમાં રસ્તા પર પડતાં આધેડનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનજીક વરસામેડી રોડ પર આજે બપોરના ભાગમાં અચાનક પડી જતાં આધેડનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મરણ પાછળનું કારણ જાણવાના પ્રયાસ હાથ ધર્યા છે. વરસામેડી રોડ પર વેલસ્પન કંપનીની કામદાર વસાહતમાં રહેતા ચંદ્રબિહારી સેતુ (ઉ.વ. 52) આજે બપોરે બે વાગ્યાની આસપાસ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પડી ગયા હતા. સમયે ત્યાં ઉપસ્થિત કામદારોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.