કેડીબીએદ્વારા તા.25મીના રોજ સ્વિમીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ વર્ષના બાળકોથી લઇ દરેક માટે વિવિધ ઇવેન્ટ્સ રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં તરવૈયાઓએ લાભ લઇને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. યોજાયેલી સ્પર્ધામાં જે તરવૈયાઓ વિજય નિવડ્યા હતા તેમાં અંડર-8માં 50 મીટર કીક બોર્ડ ગર્લ્સ અને 50 મીટર ગર્લ્સ માં માહિ ભેંસાડીયા, અંડર-50 મીટર બોયસ અને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં વંશ બટોલા, ગ્રૂપ-1માં ફ્રી સ્ટાઇલ ગર્લ્સમાં આશ્વી ઠક્કર, બોયસમં મનદીપસિંહ, ગ્રૂપ-2માં 50 મીટર ફ્રી સ્ટાઇલ ગર્લ્સમાં અનુષ્ઠાપાલ, બોયસમાં અમર ખત્રી, ગ્રૂપ-3માં 50 મીટર ફ્રી સ્ટાઇલ ગર્લ્સમાં વૈદેહી ગોસ્વામી અને બોયસમાં હર્ષ સતરા, ગ્રૂપ-4માં 50 મીટર ફ્રી સ્ટાઇલ ગર્લ્સમાં દિશા કેવલરામાણી અને બોયસમાં અમન ઠક્કર વિજેતા બન્યા હતા.
ગ્રૂપ-1માં 100 મીટર ફ્રી સ્ટાઇલ ગર્લ્સમાં નીરવા હરાણી, બોયસમાં મનદીપ સંધા, ગ્રૂપ-2માં 100 મીટર ફ્રી સ્ટાઇલ ગર્લ્સમાં સમૃદ્ધિ વિશ્નોઇ અને બોયસમાં આર્યનપુરી ગોસ્વામી, ગ્રૂપ-3માં 100 મીટર ફ્રી સ્ટાઇલમાં જય સરવૈયા, ગ્રૂપ-4માં 100મીટર ફ્રી સ્ટાઇલ ગર્લ્સમાં દિશા કેવલરામાણી અને બોયસમાં અમન ઠક્કર વિજેતા બન્યા હતા. ગ્રૂપ-1માં 50 મીટર ફ્રી બેક સ્ટ્રોક ગર્લ્સમાં રિદ્ધિમા પાલ, બોયસમાં મનદીપ સંધા, ગ્રૂપ-2માં 50 મીટર ફ્રી બેક સ્ટ્રોક ગર્લ્સમાં અનુષ્ઠાપાલ, બોયસમાં અર્પિત નંદા, ગ્રૂપ-3 50 મીટર ફ્રી બેક સ્ટ્રોક ગર્લ્સમાં રીશ્વા ઠક્કર, બોયસમાં વેદાંશ ચૌહાણ, ગ્રૂપ-4 50 મીટર ફ્રી બેક સ્ટ્રોક ગર્લ્સમાં ધ્રૃતી વરસાણી, અને બોયસમાં અમન ઠક્કર જ્યારે ગ્રૂપ-2માં 50 મીટર ફ્રી બેસ્ટ સ્ટ્રોક ગર્લ્સમાં અનુષ્ઠા પાલ, બોયસમાં અમર ખત્રી, ગ્રૂપ-3 50 મીટર ફ્રી બટર ફ્લાય સ્ટ્રોક ગર્લ્સમાં રીશ્વા ઠક્કર, બોયસમાં હર્ષ સતાર, ગ્રૂપ-3માં 100મીટર ઇન્ડીવિજ્યુઅલ મેડલી ગર્લ્સમાં વૈદેહી ગોસ્વામી, ગ્રૂપ-5 મેન્સમાં પ્રકાશ ભારદીયાએ મેદાન માર્યું હતું.
કોમ્પીટીશનના પ્રારંભમાં કેડીબીએના પ્રમુખ વિમલ ગુજરાલ, મુરલી ગાલાણી, અરવિંદ જોશી વગેરેએ દીપપ્રાગટ્ય કરાવ્યું હતું. જ્યારે ગોપાલ ગર્ગ, મોહન ધારશી, ભગવાનભાઇ અયાચી વગેરે હાજર રહ્યા હતા. ઓપન કચ્છ બેડમીન્ટન ટુર્નામેન્ટના પરીણામમાં એક સુધારો થયો હતો. જેમાં અંડર-19 બોયસ સિંગલમાં શાહીલ ધવન વિજેતા રહેલ તેણે શ્રુજલ ગટ્ટાને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો.
સ્ત્રીઓ માટે સ્વિમીંગ કોચીંગ
કેડીબીએદ્વારા પહેલી તારીખથી ખાસ સ્ત્રીઓ માટે સ્વિમીંગ કોચીંગની 15- 15 દિવસની બેચ શરૂ કરવામાં આવનાર છે. લેડી કોચ વૈદેહી ગોસ્વામી કોચીંગ આપશે. કોચીંગમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. સંસ્થાનો સંપર્ક સાધવા જણાવાયું છે.
સ્વિમીંગ કોમ્પીટીશનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા