તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટાગોર રોડ પર બંપરોના કારણે વધુ એક અકસ્માત

ટાગોર રોડ પર બંપરોના કારણે વધુ એક અકસ્માત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોડીયાશહેરોને જોડતા ટાગોર રોડ પર શુક્રવારે બપોરે બંપરોના ત્રાસના કારણે વધુ એક અકસ્માત થયો હતો અને એક દંપત્તીને ઇજા પહોંચી હતી. જો કે, મામલાએ ગંભીર સ્વરૂપ પક્ડયું નહોતું અને મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો નહોતો.

શુક્વારે બપોરે 2.45 વાગ્યે એક કારની પાછળ જઇ રહેલા બાઇક પર સવાર દંપત્તીને અકસ્માત નડ્યો હતો. ડીસી-5 પાસે આવેલા 4 બંપરો પર ઘટના ઘટી હતી. આગળ જઇ રહેલી એક ઇન્ડીકા કારના ચાલકે બંપર નજીક આવતાં અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલા બાઇકસવાર દંપત્તીની બાઇક તેમાં અથડાઇ ગઇ હતી અને અથડાયા બાદ બન્ને પતિ-પત્ની રસ્તા પર ફંગોડાઇ ગયા હતા. જો કે તેમને ગંભીર ઇજાઓ પહોંચી નહોતી કારણ કે, બાઇકની સ્પીડ પણ ખુબ ઓછી હતી.

જોડીયા શહેરોમા ટાગોર રોડના બંપરોના કારણે રોષ ફેલાઇ રહ્યો છે. બંપરો કાયદાથી વિપરીત હોવા છતાં સાબુત હોઇ, લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે અને બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરાઇ છે પરંતુ તંત્રો વચ્ચે જવાબદારીની ફેંકાફેંક થતી હોવાથી બંપરો હટાવવાની કોઇ તંત્ર તસ્દી લેતું નથી પરિણામે હવે બંપરો અકસ્માતનું કારણ બની રહ્યા છે.

અકસ્માત રોકવાની કોશિશ હવે કારણ બને છે

અન્ય સમાચારો પણ છે...