તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અધિકારીની હાજરીમાં થયેલી કાર્યવાહી

અધિકારીની હાજરીમાં થયેલી કાર્યવાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગળપાદરમાં ‘મારો હક્ક મારે દ્વારે’ કાર્યક્રમ યોજાયો

સરકાર દ્વારા લોકોને ઘર આંગણે જુદી જુદી સવલત પુરી પાડી શકાય તે માટે મારો હક્ક મારે દ્વાર કાર્યક્રમ અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીધામ તાલુકા પંચાયતની ગળપાદર ગ્રામ પંચાયતમાં શુક્રવારે આવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

રાજ્ય સરકાર દ્વારા લોકોને સુવિધા પુરી પાડવાના હેતુથી શરૂ કરવામાં આવેલા અભિયાન અંતર્ગત મામલતદાર સતિષ અભાણી, તાલુકા વિકાસ અધિકારી સી.ડી. ડામોર વગેરેની હાજરીમાં ગ્રામ પંચાયત કચેરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામગીરીમાં ગ્રામ પંચાયતના આગેવાનોએ પણ પુરો સહયોગ આપ્યો હતો.

અગાઉ યોજનાનો ફિયાસ્કો થયો હતો

સરકારનીયોજનામાં કેટલીક વખત વહીવટી તંત્રના અધિકારીઓની નિષ્ઠા પુરતા પ્રમાણમાં હોવાથી જુદા જુદા પ્રશ્નો ઉભા થતા હોય છે. ગાંધીધામ તાલુકામાં અંદાજે બે મહિના પહેલા પણ કાર્યક્રમ અંતર્ગત શરૂ થયેલા અભિયાનમાં બેથી વધુ જગ્યાએ ગ્રામ પંચાયતોમાં વિરોધ થયો હતો. નેટની ખામીથી માંડી સંબંધીત કર્મચારીઓ હાજર હોવાના મુદ્દે ગ્રામજનોમાં કચવાટ પણ જાગ્યો હતો. અને તે અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...