તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવસો ફર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
500અને 1000ની નોટ બંધ કરવાના સરકારના નિર્ણયને પગલે શ્રમીક અને ગરીબ વર્ગના લોકો જેના બેંકમાં કે, પોસ્ટ ઓફિસમાં ખાતા હોવાથી મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આજે પોસ્ટ ઓફિસ પર ખાતા ખોલાવવા માટે લાઇન લાગી હતી.

દેશભરમાં અચાનક ગત 8મી નવેમ્બરના રોજ રાત્રે વડાપ્રધાન મોદી દ્વારા 500 અને 1000ની નોટ બંધ કરવાની જાહેરાત કરતા સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો. નોટ બદલવા અને રકમ ઉપાડવા માટે બેંક અને પોસ્ટ ઓફિસમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. શ્રમીક અને ગરીબ વર્ગના પોસ્ટ ઓફિસ કે બેંકમાં ખાતા હોવાથી નાણાની લેવડ- દેવડની પદ્ધતિ અજમાવવામાં ભારે યાતનાનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન ત્યાર બાદ સેવીંગના ખાતા ખોલાવવા માટે વર્ગ દ્વારા દોડધામ હાથ ધરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસમાં આજ સવારથી ખાતા ખોલાવવા માટે કતાર લાગી હતી.

પોસ્ટ ઓફિસોમાં પણ નાણાંનો ભરાવો

સમગ્રદેશને નોટબંધીના કારણે લાઇનમાં આવી જવુેં પડ્યું છે ટાંકણે પોસ્ટ ઓફિસોમાં પણ લોકોએ ખાતા ખોલાવવા લાઇનો લગાવી હતી જેના કારણે ડાખાનાઓમાં પણ રૂપિયાનો ભરાવો થઇ ગયો હતો. સામાન્ય રીતે વ્યાજ દર ઘટાડાના પગલે લોકોએ પોસ્ટમાં નાની બચતના ખાતા ખોલાવવામાં પાછીપાની કરી હતી પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં હવે લોકોએ પોતાની મહેનતના નાણાં રોકવા પોસ્ટ ઓફિસોમાં પણ ધામા નાખ્યા હતા. એક તબક્કે લોકોની લાઇનોથી કાઉન્ટરો પર ભીડ જોવા મળતી થઇ હતી અને લોકોને રાહ જોવાનો વખત આવ્યો હતો પરંતુ પછી વ્યવસ્થા વધારવામાં આવતાં લોકોની હાલાકી ઘટી હોવાનું પોસ્ટ વિભાગના સુત્રોએ દાવા સાથે જણાવ્યું હતું.

ગાંધીધામ પોસ્ટ ઓફિસમાં નાણાં માટે લોકોની કતારો લાગી.

ડાક ખાનામાં લોકો ઉભરાયા

પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવવા ધસારો થયો

અન્ય સમાચારો પણ છે...