તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘન કચરા માટે 1.22 કરોડનું આંધણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકા દ્વારા શહેરમાં પુરતા પ્રમાણમાં સફાઇ થાય તે માટે કાગળ ઉપર મોટા આયોજનો કરવામાં આવે છે. હકીકતે શહેરને સ્વચ્છ બનાવવા માટે કોઇ નક્કર કામગીરી થતી નથી. 9 મહિનામાં જોવામાં આવે તો પાલિકાએ ઘન કચરાના નિકાલ પાછળ 1.22 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પ્રજાના પૈસાના નાણાનો વેડફાટ કરવામાં શુરા પાલિકાના સત્તાધિશો લોકોને શહેરને સુંદરતા અપાવવા વામણા પુરવાર થયા છે.

પાલિકા દ્વારા લોકો પાસે મોટા પ્રમાણમાં વેરા ઉઘરાવવામાં આવે છે. જેને કારણે લોકોને સુવિધા આપી શકાય. કેટલીક પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકાની નબળાઇ છતી થઇ રહી છે. લાંબા સમયથી એકને એક ફરિયાદોનો નિકાલ કરવામાં આવતા લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. ગાંધીધામ અને આદિપુરમાં દરબાર વેસ્ટ કોર્પોરેશનને ઘરે ઘરે જઇને કચરો ઉઘરાવવા કામગીરી સોંપવામાં આવી છે. ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં નિયમિત રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કચરો ઉઘરાવવામાં આવે છે. બાકીના વિસ્તારમાં ઉપરછલ્લી કામગીરી કરવામાં આવી રહી છે.

ભીનો કચરો માથાના દુ:ખાવા સમાન

નગરપાલિકાએ આયોજન કર્યું છે

બાબતેસેનિટેશન વિભાગના ચેરમેન રાજેશ ભરાડીયાએ જણાવ્યું હતું કે, કચરાના નિકાલ માટે યોગ્ય આયોજન છે. તો મોનીટરીંગ પણ કરવામાં આવશે. અત્યંત ટુંક સમયમાં ઘન કચરાના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કાર્યાન્વિંત થશે.

કોન્ટ્રાક્ટર દ્વારા થયેલા એગ્રીમેન્ટ મુજબ કામગીરી કરવામાં આવતી નથી. માત્ર સુકો કચરો ઉપાડવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ભીનો કચરો કોઇ આપે તો રકઝકના બનાવ બને છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ વગેરે સ્થળે નિયમિત રીતે કચરાનું કલેકશન કરવામાં આવી રહ્યું છે. તેને પણ યોગાનુંયોગ ગણવું કે કેમ તે એક પ્રશ્ન છે.

ભાજપનાસભ્યોમાં પણ ફેલાયો અસંતોષ

કચરોઉપાડવાની કામગીરી પાછળ લાખો રૂપિયો ખર્ચવામાં આવ્યા છતાં નમૂનેદાર કામગીરી થતી હોવાથી લોકો નગરસેવકોના પણ કાન પકડે છે. સ્વયં ભાજપના કેટલાક સભ્યો પણ નબળી કામગીરીથી અસંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

ગાંધીધામ પાલિકાએ 9 માસ સફાઇ અભિયાનનું ડિંડક ચલાવ્યું

અન્ય સમાચારો પણ છે...