Home » Gujarat » Bhuj » Gandhidham » ચેટીચંડ દિને સૌથી મોટી બાઈક રેલીનો વલ્ડ રેકોર્ડ નોંધાવાશે

ચેટીચંડ દિને સૌથી મોટી બાઈક રેલીનો વલ્ડ રેકોર્ડ નોંધાવાશે

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 04:50 AM

ગાંધીધામ આદિપુરમાં દરવર્ષે ધામધુમથી યોજાતા સીંધી સમાજ માટે મહત્વપુર્ણ એવા ચેટીચંડના ઉત્સવમાં આ વર્ષે એકજ...

  • ચેટીચંડ દિને સૌથી મોટી બાઈક રેલીનો વલ્ડ રેકોર્ડ નોંધાવાશે

    ગાંધીધામ આદિપુરમાં દરવર્ષે ધામધુમથી યોજાતા સીંધી સમાજ માટે મહત્વપુર્ણ એવા ચેટીચંડના ઉત્સવમાં આ વર્ષે એકજ સમાજના સૌથી વધુ બાઈકર્સની રેલીનો વિશ્વ વિક્રમ નોંધવા માટે ક્લેમ કરવામાં આવનાર છે. જે માટે ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડનું પ્રતિનીધી મંડળ વિશેષ ઉપસ્થીત રહેવાનું છે,

    સીંધી સમાજના મુકેશ લખવાણી અને મનોજ મુલચંદાણીએ જણાવ્યંુ હતંુ કે દરવર્ષેની જેમ આ વર્ષે પણ ધામધુમથી શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવનાર છે પરંતુ ગતવર્ષેના પ્રયાસને આ વખતે આગળ ધપાવતા સિંધી સમાજ દ્વારા સૌથી મોટી બાઈક રેલીના વલ્ડ રેકોર્ડ માટે આ વખતે ક્લેમ પણ કરવામાં આવનાર છે. જેમ આટૅ ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડના એશીયા હેડ સાથેની ટીમ વિશેષ ઉપસ્થીત રહેવાની છે. વિશેષ આયોજનમાં સહુના બાઈક નંબર સાથેની માહિતી, ડ્રેસ કોડ અને સાફો નક્કી કરાયો છે અને કુલ 4500થી વધુ બાઈકર્સ થવા જરુરી છે. જે માટે 4100 નોંધણી થઈ ચુકી છે. સમાજ દ્વારા વધુ યુવાનોને આગળ આવવા જણાવાયુ છે અને 5 હજાર બાઈકર્સ થઈ જવાની આશા સેવાઈ રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending