• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • તા. પં.ની બંધ બારણે મળેલી કારોબારીમાં ચેરમેન ન ઝૂક્યા

તા. પં.ની બંધ બારણે મળેલી કારોબારીમાં ચેરમેન ન ઝૂક્યા

ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે થયેલા કામોના ગરબડ ગોટાળા અંગે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ અવાજ ઉઠાવવામાં આવ્યા...

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2018, 04:50 AM
તા. પં.ની બંધ બારણે મળેલી કારોબારીમાં ચેરમેન ન ઝૂક્યા
ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે થયેલા કામોના ગરબડ ગોટાળા અંગે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ અવાજ ઉઠાવવામાં આવ્યા પછી જિલ્લા કક્ષાએથી આવેલી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ પહેલા તાલુકા પંચાયતની ગત કારોબારીમાં પણ વિગતવાર છણાવટ થયા પછી ચેરમેને સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે તાલુકા પંચાયતને સૂચના આપી હતી. દરમિયાન આજે મળેલી આ કારોબારીમાં અહેવાલ મુકાયો હતો પરંતુ ચેરમેને સહી કરવાનો ઇન્કાર કર્યો હતો. બંધ બારણે મળેલી બેઠકમાં શું નિર્ણય લેવાયો છે તે વિગત બહાર આવી નથી.

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ કારોબારી સમિતિની બેઠકમાં તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરવામાં આવેલો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ક્લીનચીટ આપવા સહિતની બાબતો પ્રાથમિક તબક્કે જણાઇ આવી હતી. આ અહેવાલ રજૂ કરીને તાલુકા પંચાયત દ્વારા કારોબારીને અહેવાલ મંજુર કરીને સહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ ચેરમેન રમેશભાઇ મ્યાત્રા દ્વારા સહી કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો હોવાની માહિતી બહાર આવી રહી છે. તેની ઉપર દબાણ લાવીને કોઇપણ ભોગે ક્લીનચીટ અપાતા આ આહેવાલ પર સહી કરવા જણાવાયું હતું પરંતુ તેઓ ટસના મસ થયા હોય તેવું જણાતું નથી. હવે આગામી દિવસોમાં આ બાબતે નવો વળાંક લેવાય છે કે કેમ તે જોવું રહ્યું. બીજી તરફ જિલ્લા પંચાયતની ટીમ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલાક છીંડા બહાર આવ્યા હતા. પરંતુ તેની ઉપર લીંપાપોતી કરી દેવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. અને દાદાગીરી કરીને કેટલાકે રજૂઆત ન થાય તે સહિતના પ્રયત્નો કર્યા હોવાની ફરિયાદ જે તે સમયે ઉઠી હતી. જોકે, હવે નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રહ્મક્ષત્રિય દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલમાં શું નિકળે છે તેની ઉપર ગ્રામજનોની મીટ મંડાણી છે.

X
તા. પં.ની બંધ બારણે મળેલી કારોબારીમાં ચેરમેન ન ઝૂક્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App