Home » Gujarat » Bhuj » Gandhidham » આદિપુરમાં વિકાસને નામે વૃક્ષનો સોથ વાળતી પાલિકા

આદિપુરમાં વિકાસને નામે વૃક્ષનો સોથ વાળતી પાલિકા

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 04:50 AM

ગાંધીધામ પાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામોની હરણફાળ ભરવાની દિશામાં પગલા ભરવામાં આવી રહ્યા છે. લાખો રૂપિયાના...

  • આદિપુરમાં વિકાસને નામે વૃક્ષનો સોથ વાળતી પાલિકા
    ગાંધીધામ પાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામોની હરણફાળ ભરવાની દિશામાં પગલા ભરવામાં આવી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે રસ્તા, ગટર, લાઇટ વગેરેના કામો કરવામાં આવી રહ્યા છે. આદિપુર બુઢ્ઢા આશ્રમ પાસે રસ્તા બનાવવાની કામગીરી મંજુર કરવામાં આવી હતી. આ વિસ્તાર અને અન્ય સ્થળે રસ્તા બનાવવામાં અડચણરૂપ સાત જેટલા વૃક્ષ કાપવા માટે મામલતદાર સમક્ષ મંજુરી માગવામાં આવી હતી. મંજુરી પછી થઇ રહેલી કામગીરી દરમિયાન વૃક્ષ કટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા એસ્ટીમેન્ટ તૈયાર કરીને સંબંધિત વિસ્તારોમાં અડચણરૂપ હોય તેવા ઓટલા દબાણ દૂર કરવામાં આવે છે. હાલ ઓસ્લો ગોલાઇથી ગોપાલપુરી સુધીના રોડ બનાવવાની દિશામાં ફુટપાથ પરના દબાણ જે તે રહીશોએ કર્યા છે તે દૂર કરવા માટે સૂચના અપાઇ છે.

    વર્ષો જુના વૃક્ષ હટાવવાની કવાયત

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending