ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» રોડ ફુટપાથના કરોડોના કામની વિજિલન્સ તપાસ કરાવવા માગ

    રોડ ફુટપાથના કરોડોના કામની વિજિલન્સ તપાસ કરાવવા માગ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 17, 2018, 04:50 AM IST

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા રોડ અને ફુટપાથના 20 કરોડથી વધુ રકમના કામોમાં ઉભા થયેલા વિવાદમાં આખરે વિજીલન્સની તપાસની...
    • રોડ ફુટપાથના કરોડોના કામની વિજિલન્સ તપાસ કરાવવા માગ
      રોડ ફુટપાથના કરોડોના કામની વિજિલન્સ તપાસ કરાવવા માગ
      ગાંધીધામ નગરપાલિકા દ્વારા રોડ અને ફુટપાથના 20 કરોડથી વધુ રકમના કામોમાં ઉભા થયેલા વિવાદમાં આખરે વિજીલન્સની તપાસની માગણી કરવામાં આવી છે. કોંગ્રેસના નગરસેવકે આ માગણી કરીને અધિકારી અને પદાધિકારીઓ સામે પણ શંકાની સોય તાકીને કરવામાં આવેલા આક્ષેપ પછી પાલિકાના રાજકારણમાં ગરમી આવી છે.

      પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ કામોમાં કેટલાય કામોમાં ખુદ ભાજપના જ નગરસેવકોએ અવાજ ઉઠાવીને કલેક્ટર સુધી નબળું કામ થઇ રહ્યા હોવા મુદ્દે ફરિયાદ કર્યા છતાં કોઇ જ પગલા ભરવામાં આવ્યા નથી. દરમિયાન 15 કરોડના નાળા અને 5 કરોડ ફુટપાથના કામો મળી અન્ય રસ્તાના કામોમાં સિંગલ ટેન્ડર પદ્ધતિ અજમાવાથી માંડીને જુદા જુદા હથકંડા અજમાવવામાં આવી રહ્યા છે. તેરી ભી ચુપ, મેરી ભી ચૂપની પદ્ધતિએ ચાલતા અધિકારી અને પદાધિકારીના રાજકારણને કારણે પાલિકાને આગામી દિવસોમાં ખોટ જાય તેવી શક્યતા પણ ઉભી થઇ છે. ભ્રષ્ટાચારના થયેલા આક્ષેપ અંગે કોઇ જ પગલા ભરાતા નથી. ભાજપનું મોવડી મંડળ પણ આ મુદ્દે મૌન સેવીને બેઠું હોય તેવા સંજોગોમાં કોંગ્રેસના નગરસેવક નિલેશ ભાનુશાલીએ તાજેતરમાં વિજીલન્સ કમીશનરને પત્ર પાઠવી સિંગલ ટેન્ડર, ફુટપાથ અને રોડના કામોમાં અપાયેલા ટેન્ડર સહિતના મુદ્દે તપાસ માંગી છે. આ ઉપરાંત થયેલા રસ્તાના કામો નબળા હોવાના મુદ્દે પણ તકરાર કરીને આંગળી ચિંધી છે. હવે જોવું એ રહ્યું કે, વિજીલન્સ વિભાગ દ્વારા કાંઇ કાર્યવાહી થાય છે કે કેમ?

      ટકાવારીની બોલબાલા?

      પાલિકાના વિકાસ કામોમાં કેટલાક કિસ્સામાં ટકાવારીનો મુદ્દો હાલ ચર્ચાના એરણે ચડેલો છે. કામ મંજુર થયા પછી જે તે કામો પૂર્ણ થતાં વહીવટ કરી દેવામાં આવતો હોય છે તેવો પણ ચણભણાટ ઉઠી રહ્યો છે. નક્કી કરવામાં આવેલી ટકાવારી મુજબ થઇ રહેલા વહીવટ અંગે પણ આંગળી ચિંધાઇ રહી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રોડ ફુટપાથના કરોડોના કામની વિજિલન્સ તપાસ કરાવવા માગ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `