મોટી કંપનીઓની વર્ષોથી લાખોની વસૂલાત બાકી

ગાંધીધામ તાલુકા પંચાયત દ્વારા વેરા વસૂલાતની કામગીરીને વેગવાન બનાવવામાં આવ્યા પછી આ વખતે સંભ‌વત: વિક્રમ...

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2018, 04:50 AM
મોટી કંપનીઓની વર્ષોથી લાખોની વસૂલાત બાકી

ગાંધીધામ તાલુકા પંચાયત દ્વારા વેરા વસૂલાતની કામગીરીને વેગવાન બનાવવામાં આવ્યા પછી આ વખતે સંભ‌વત: વિક્રમ સર્જક વસૂલાત થાય તેવી ધારણા તંત્ર દ્વારા સેવવામાં આવી રહી છે. 90થી 95 ટકા વસૂલાત થશે તેવી શક્યતાની સાથે જોવામાં આવે તો મસમોટી નમૂનેદાર કંપનીઓ સામે વસૂલાત કરવામાં પંચાયતની ઢીલી નીતિ કામ કરી રહી છે. જેને કારણે સાત-સાત આઠ-આઠ વર્ષ સુધી કોઇ જ વસૂલાત થઇ નથી અને હવે લાખો રૂપિયાની વસૂલાત કરવાની ગણતરી માંડીને તંત્ર બેઠુ છે. વળી, ખાટલે મોટી ખોટ એ છે કે, જાણકારોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી આકારણી કરવામાં આવી નથી.

જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ દ્વારા થોડા સમય પહેલા બેઠક યોજીને જે તે તાલુકાઓને સૂચના પણ આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે ગાંધીધામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસ, પ્રમુખ લક્ષ્મીબેન, ઉપપ્રમુખ નિખિલભાઇ હડીયા વગેરે અધિકારી અને પદાધિકારી દ્વારા આ દિશામાં પગલા ભરાય તે માટે આગળ વધ્યા હતા. તલાટીઓને સ્પષ્ટ રીતે જાણ કરીને વધુને વધુ વસૂલાત થાય તે માટે આપેલી સૂચના પછી અત્યાર સુધી અંદાજે 80 ટકાથી વધુ વસૂલાત થતાં પંચાયતના અધિકારી અને પદાધિકારીઓના ચહેરા પર રોનક આવી ગઇ છે. પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત 90થી 95 ટકા જેટલી વિક્રમ સર્જક વસૂલાત થાય તે દિશામાં ભરવામાં આવી રહેલા પગલાને કારણે સાચી હકીકત તો 31મી માર્ચ પછી ખ્યાલ આવશે. દરમિયાન પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ ગેલ ઇન્ડીયા કંપનીનો સાત લાખનો ચેક આવશે. ઉલ્લેખનીય છે કે, આ કંપની પાસે અંદાજે સાત વર્ષથી વસૂલાત થઇ શકી ન હતી. આવી જ રીતે અન્ય કેટલીક મોટા કારખાનાઓ કે કંપનીઓ પણ વેરા ભરતી ન હોવાનું બહાર આવી રહ્યું છે. વ્યવસ્થિત રીતે આકારણી કરીને વેરા વસૂલવામાં આવે તો સમગ્ર જિલ્લામાં વેરા વસૂલાતની દિશામાં ગાંધીધામ તાલુકો અગ્રેસર રહે તેવી ધારણા છે.

ગામડાઓના વિકાસ પ્રત્યે ધ્યાન અપાશે

ગામડાઓના વિકાસની સાથે ભૌતિક માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. સંબંધિત અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતોને જાણ પણ કરવામાં આવે છે. અગાઉ તાલુકા પંચાયતમાંથી કામો મંજુર થતા હતા હવે સીધી રકમ ગ્રામ પંચાયતના હવાલે આવ્યાની સાથે પંચાયત દ્વારા જ વિકાસ કામો નક્કી કરીને પ્રાથમિકતા આપી કામ કરાવવામાં આવી રહ્યા છે. ગાંધીધામ તાલુકો જિલ્લામાં નાનામાં નાનો તાલુકો હોવા છતાં આર્થિક રીતે સદ્ધર હોવાથી આ વિસ્તારમાં થયેલા કેટલાક કામો ઉડીને આંખે વળગે તેમ છે, જ્યારે કેટલાક કામોમાં લોટ, પાણી અને લાકડાની પણ ફરિયાદો ઉઠેલી છે.

X
મોટી કંપનીઓની વર્ષોથી લાખોની વસૂલાત બાકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App