Home » Gujarat » Bhuj » Gandhidham » 15 દિ’માં ટપ્પર ડેમ ભરાવાની વકી

15 દિ’માં ટપ્પર ડેમ ભરાવાની વકી

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 04:50 AM

Gandhidham News - ગાંધીધામ પ્રજાની તરસ છીપાવવા માટે જીવાદોરી બનનાર ટપ્પર ડેમમાં હાલ નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. 15...

 • 15 દિ’માં ટપ્પર ડેમ ભરાવાની વકી
  ગાંધીધામ પ્રજાની તરસ છીપાવવા માટે જીવાદોરી બનનાર ટપ્પર ડેમમાં હાલ નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. 15 દિવસમાં ડેમ ભરાઇ જશે તેવી ધારણા સેવવામાં આવી રહી છે. ઉનાળામાં પાણીની પરીસ્થિતિ વિકટ ન બને અને આગોતરૂં આયોજન થાય તે દિશામાં પગલા ભરવાના હેતુથી આજે અધિકારી અને પદાધિકારી દ્વારા ડેમની મુલાકાત લઇને જાત માહિતી મેળવી હતી. હાલ અંદાજે 1200 જેટલી ટીડીએસનું પ્રમાણ છે તેમાં જેમ જેમ પાણી ભરાતું જશે તેમ તેમ ઘટાડો થઇને હજારે પહોંચ્યા બાદ પાણીનું વિતરણ શરૂ થાય તેવી શક્યતા છે.

  ગાંધીધામ-આદિપુરમાં પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા આયોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. મોડે મોડે જાગેલા અધિકારી અને પદાધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા આ બાબતે સરકાર દ્વારા પણ ડેમમાં પાણી ભરવા માટે મંજુરી આપી હતી. હવે ટપ્પર ડેમમાં પાણીનો પ્રવાહ ધીરે ધીરે વધી રહ્યો છે. આગામી દિવસોમાં વધુને વધુ પાણીઠાલવવામાં આવશે તેમ જણાઇ રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરીમાં કોઇ કચાસ ન રહી જાય અને સમયસર લોકોને પાણી મળી રહે તે હેતુથી જાત નિરીક્ષણ કરવા આજે પાલિકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રા, કારોબારી સમિતિ ચેરમેન તારાચંદભાઇ ચંદનાની, ચીફ ઓફિસર નીતિન બોડાત, સિટી ઇજનેર પ્રકાશ જુરાણી વગેરેએ ડેમની મુલાકાત લીધી હતી. આ સમયે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ માહિતી પુરી પાડી હતી. 15 દિવસમાં ડેમ ભરાઇ જશે તેવી ખાતરી આપવામાં આવી છે.

  ડેમમાં શરૂ થઇ પાણીની આવક

  ટીડીએસનો પ્રશ્ન સળગતો રહેશે?

  ગાંધીધામમાં પાણી પુરૂં પાડવામાં આવે છે તેમાં ગત ટર્મ વખતે હાઇ ટીડીએસવાળું પાણી લોકોને આપીને તેના આરોગ્ય સાથે ચેંડા કરવામાં આવી રહ્યા છે તે અંગેનો લેબોરેટરીનો રીપોર્ટ જે તે સમયે વિપક્ષના પૂર્વ નેતા સંજય ગાંધી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. અને અવાજ ઉઠાવીને આ પાણીનું વિતરણ બંધ કરવા માટે માગણી કરવામાં આવી હતી. આ વખતે પણ જેમ જેમ ઉનાળો શરૂ થશે અને પાણીની માંગ વધશે તેમ વધુને વધુ પાણીનો જથ્થો ઉપાડવામાં આવશે તેમ તેમ પાણીનું સ્તર નીચે જતાં ટીડીએસનું પ્રમાણ વધી જવાની શક્યતા જાણકારો નકારતા નથી.

  બે મહિનાથી જગજીવનના ટાંકામાં લીકેજ

  નગરપાલિકા દ્વારા કાગળ પર કેટલીક વખથ સારૂં આયોજન કરવામાં આવતું હોય છે. હકીકતે કેટલાક કિસ્સામાં જોઇએ તે પદ્ધતિથી સમયસર કામગીરી ન થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના જગજીવનનગરના 10 લાખ લીટર પાણીની ક્ષમતાવાળા ટાંકામાં બે મહિનાથી ટાંકાની અંદર તળીયું ખવાઇ રહ્યું છે. જેને કારણે મુશ્કેલી પડી રહી છે. આ અંગે રજૂઆત કરવામાં આવ્યા છતાં પાલિકાના પેટનું પાણ કેમ હલતું નથી તેવો પ્રશ્ન ઉઠે તે પણ એટલો સ્વભાવિક છે કે, આવા કામોમાં કાંઇ થતું નહીં હોય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ