ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» પંચાયતના 1.93 કરોડના પુરાંતલક્ષી બજેટને બહાલી

    પંચાયતના 1.93 કરોડના પુરાંતલક્ષી બજેટને બહાલી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 17, 2018, 04:50 AM IST

    ગાંધીધામ તાલુકા પંચાયતના બજેટને તૈયાર કરીને જિલ્લા પંચાયતમાં જરૂરી સુધારા વધારા માટે મોકલી આપવામાં આવ્યું...
    • પંચાયતના 1.93 કરોડના પુરાંતલક્ષી બજેટને બહાલી
      પંચાયતના 1.93 કરોડના પુરાંતલક્ષી બજેટને બહાલી

      ગાંધીધામ તાલુકા પંચાયતના બજેટને તૈયાર કરીને જિલ્લા પંચાયતમાં જરૂરી સુધારા વધારા માટે મોકલી આપવામાં આવ્યું હતું. કોઇપણ જાતની કાપકૂપ વગર પંચાયતમાં આવેલા બજેટને બહાલી આપવાના હેતુથી તાલુકા પંચાયતના ખંડમાં સભા બોલાવવામાં આવી હતી. જેમાં 1.93 કરોડના પુરાંતલક્ષી બજેટને બહાલી આપવામાં આવી હતી. જોકે, કોંગ્રેસના સભ્યો ડોકાયા પણ નહીં.

      બજેટ મંજુર કરવા માટે બોલાવવામાં આવેલી બેઠકને અનુલક્ષીને તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું હતું. અગાઉ સભામાં મુકપ્રેક્ષક તરીકે હાજરી પુરાવતા કોંગ્રેસ વિપક્ષના સભ્યો આજે તો કાંઇક અવાજ ઉઠાવશે તેવું વાતાવરણ હતું. પરંતુ નવાઇ એ વાતની લાગી કે, ચારમાંથી એક પણ સભ્ય સભામાં હાજર રહ્યા ન હતા. જ્યારે એક મહિલા સભ્યા પાછળથી સભા પુરી થઇ ત્યારે આવ્યા હતા. કોંગ્રેસના આવા નબળા વલણ અંગે જિલ્લાના નેતાઓ પણ વામણા પુરવાર થતા હોય તેમ જણાઇ રહ્યું છે કે, કારણ કે સ્થાનિક કક્ષાએથી પણ કોઇ જ સૂચના અપાતી નથી. કે સભામાં વિપક્ષ તરીકે સારો દેખાવ થઇ શકે. અલબત, ભાજપના પણ ત્રણથી ચાર સભ્યો ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો છે. તાલુકા પંચાયત દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં પ્રમુખ લક્ષ્મીબેન, જિલ્લા પંચાયતની કારોબારીના ચેરમેન નવીન જરૂ, ઉપપ્રમુખ નિખિલ હડીયા, નારણભાઇ બાબરીયા, િસદ્ધરાજસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. ટીડીઓ દ્વારા સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સભ્યના પત્નીના અવસાન બદલ શરૂઆતમાં મૌન પળાયું હતું.

      નવા વર્ષમાં લોક સુવિધાના કામો કેમ થશે

      બજેટ બેઠકમાં ઠરાવનું વાંચન કરવામાં આવ્યું હતું. ગત બેઠકોની કાર્યવાહીને બહાલી અપાઇ.

      પંચાયતમાં સારો વહીવટ ચાલતો હોવાનો દાવો

      તાલુકા વિકાસ અધિકારી વ્યાસના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયતની કારોબારીના ચેરમેન નવીનભાઇ ઝરૂના દિશાસૂચન અને માર્ગદર્શનને લીધે સારો વહીવટ ચાલી રહ્યો છે. કોઇ કર્મચારીને ફરીયાદ નથી. અધિકારી અને પદાધિકારીઓ સંયુક્ત રીતે તાલુકાના વિકાસમાં કામ કરી રહ્યા હોવાનો તેઓએ દાવો કર્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પંચાયતના 1.93 કરોડના પુરાંતલક્ષી બજેટને બહાલી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `