• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • રહેણાંકમાં દુકાન બનાવતા કોર્ટનો GDA તરફે ચુકાદો

રહેણાંકમાં દુકાન બનાવતા કોર્ટનો GDA તરફે ચુકાદો

ગાંધીધામમાં રહેણાંક વિસ્તારમાં મોટા પાયા પર બિનરહેણાંકી એકમો શરૂ થઇ રહ્યા છે. આદિપુરમાં અગાઉ એક રહીશ દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2018, 04:50 AM
રહેણાંકમાં દુકાન બનાવતા કોર્ટનો GDA તરફે ચુકાદો
ગાંધીધામમાં રહેણાંક વિસ્તારમાં મોટા પાયા પર બિનરહેણાંકી એકમો શરૂ થઇ રહ્યા છે. આદિપુરમાં અગાઉ એક રહીશ દ્વારા રહેણાંકમાં દુકાન બનાવી દેવામાં આવી હતી. જેથી ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરીટી (જીડીએ )તેને કોર્ટમાં ઘસેડી ગઇ હતી. ગાંધીધામની સિવીલ જજની કોર્ટે આ કિસ્સામાં જીડીએ તરફી હુકમ કર્યો હોવાની વિગત મળી રહી છે.

કેસની વિગત એવી છે કે, જીડીએએ ગોપી ડી. અભિચંદાણી અને જી.જે. ખાનચંદાણી (આદિપુર)ને તપાસમાં તેણે મકાન રહેણાંકનું હતું તેમાં બિનરહેણાંક શરૂ કરી દીધું હતું. આ વ્યવસાય સંદર્ભે જીડીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેસ ચાલી જતાં ગાંધીધામની કોર્ટ દ્વારા જીડીએની તરફેણમાં ચૂકાદો આપ્યો હોવાની માહિતી મળી રહી છે. લીગલ બાંધકામ મુદ્દે જીડીએના કેસને મંજુર કરી આપેલ આ ચુકાદામાં જીડીએ તરફે બી.બી. ઉદાસીએ કોર્ટમાં હાજર રહીને દલીલ કરી હતી.

X
રહેણાંકમાં દુકાન બનાવતા કોર્ટનો GDA તરફે ચુકાદો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App