Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામમાં નશામાં ચુર યુવકે ગળે ફાંસો ખાધો

ગાંધીધામમાં નશામાં ચુર યુવકે ગળે ફાંસો ખાધો

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 04:50 AM

ગાંધીધામના મચ્છુનગરમાં રહેતા 28 વર્ષના યુવાને ગળેફાંસો ખાઇ આયખુ઼ ટુંકાવ્યું હતું.આ બાબતે પોલીસ સૂત્રોમાંથી...

  • ગાંધીધામમાં નશામાં ચુર યુવકે ગળે ફાંસો ખાધો
    ગાંધીધામના મચ્છુનગરમાં રહેતા 28 વર્ષના યુવાને ગળેફાંસો ખાઇ આયખુ઼ ટુંકાવ્યું હતું.આ બાબતે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,ગાંધીધામના મચ્છુનગરમા઼ રહેતા 28 વર્ષીય ગેલાભાઇ માવજીભાઇ ભટ્ટીએ રાત્રીના 3 વાગ્યાથી 6 વાગ્યાના આરસામાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું.દીલીપ માવજીભાઇ ભટ્ટીએ આ બનાવની જાણ પોલીસમાં કરી હતી.મરનાર યુવાનને દારૂ પીવાની આદત હતી અને તેને લઇ તેની માનસિક સ્થિતિ સારી ન રહેતી અને ગળે ફાંસો ખાધો તે પહેલાં પણ દારૂનું પુષ્કળ સેવન કરેલું હોવાનું જાણવા મળ્યું હતુ઼.નશામાં ચકચુર યુવાને આત્મહત્યા કરી લેતાં અઢી વર્ષ અને ચાર માસના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યુ઼ હતુ઼.

    ગાંધીધામ શહેરમાં ગઇ કાલે ગુરૂકુળ વિસ્તારમાં પણ 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઇ લીધો હોવાના બીજા જ દિવસે ફરી એક યુવાને ગળે ફાંસો ખાઇ લેતાં સતત બીજા દીવસે આ પ્રકારનો બનાવ બનવા પામ્યો છે આત્મહત્યાના વધતા જતા બનાવો સમાજ માટે લાલબત્તી સમાન છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending