તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાગડમાં 3 રેડ દરમિયાન 1.12 લાખનો દારૂ જબ્બે : 1ની અટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગડમાં 3 રેડ દરમિયાન 1.12 લાખનો દારૂ જબ્બે : 1ની અટક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાગડમાંપોલીસે દારૂના અડ્ડાઓ પર રવિવારે ત્રાટકીને 3 સ્થાનોએ ઘોંસ બોલાવી હતી જેના પગલે 1 બુટલેગર ઝડપાઇ ગયો હતો તો અન્ય બે બનાવોમાં કોઇ હાથમાં આવ્યું નહોતુ. પોલીસે કુલ 1,11,900નો મુદામાલ પણ ઝડપી લીધો હતો. અને અંજારના ભીમાસર ગામે એસઓજીએ 39700નો શરાબ ઝડપી પાડ્યો હતો.

સ્થાનિક ગુનાશોધક શાખાએ વાગડમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ખીરઇ ગામે રેડ કરતાં કાસમ અલીમામદ ઘોઘાના રહેણાંક મકાનમાંથી દારૂની નાની-મોટી કુલ 229 નંગ બોટલો ઝડપી લીધી હતી જેની કિંમત 30,400/- અંદાજવામાં આવી હતી. આરોપી જાતે હાજર મળી આવેલ હોઇ તેની પણ અટક કરાઇ હતી.

પછી પ્રાગપર ગામની સીમ ખાતે યોગેશ કેશુ કોલીની વાડીમાં રેડ કરતાં ક્વાર્ટરીયા નંગ-287 તથા બીયરના ટીન નંગ-48 એમ કુલ 33,500/- નો મુદામાલ ઝડપી લીધો હતો.

આડેસર પોલીસે હાઇવે પર પેટ્રોલીંગ દરમ્યાન, મારૂતી કાર નં. જીજે12-એકે-9739 ના ચાલકને ઉભો રાખતાં કારમાંથી 750 એમએલની 96 બોટલ તથા 180 એમએલના ક્વાર્ટરીયા નંગ-144 થઇ કુલ 48,000/- નો મુદામાલ ઝડપાયો હતો. કારની કિંમત-2 લાખ ગણી તે પણ જપ્ત કરાઇ હતી.

ભીમાસર ખાતે આવેલી રામા સીલીન્ડર કંપનીમાં પાછળના ભાગે આવેલી ઓરડીમાં શરાબનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી એસઓજીને મળતાં શનિવારની રાત્રે 2:30 વાગ્યે ટીમે છાપો માર્યો હતો અને ઓરડીમાં સામતસિંહ હકુમતસિંહ જાડેજા ના કબજામાંથી નાની-મોટી થઇ કુલ 309 બોટલો (કિંમત-35,200) ઉપરાંત, 45 ટીન બીયર (કિંમત-4500) એમ કુલ 39,700 નો વિદેશી પ્રકારનો દેશી બનાવટનો શરાબનો જથ્થો ઝડપી લીધો હતો. બાદમાં આરોપી અને મુદામાલ આગળની તપાસ માટે અંજાર પોલીસને સુપરત કરવામાં આવ્યા હતા. કામગીરીમાં પી.આઇ. આશિષ પંડ્યાની સૂચના અનુસાર હિરેન મચ્છર, કિર્તી ગેડીયા, ગોપાલ સોધમ, દેવાનંદ બારોટ, વિરેન્દ્ર પુરોહિત વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો