Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » પ્રદૂષણ ઓકતા એકમો અંગે બેઠક બોલાવાઇ

પ્રદૂષણ ઓકતા એકમો અંગે બેઠક બોલાવાઇ

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:50 AM

કંડલામાં તાજેતરમાં એસીડ લીકેજ થવાની ઘટના બની હતી. કંપની અને તંત્રની બેદરકારીને કારણે લોકોને યાતના સહન કરવી પડે...

  • પ્રદૂષણ ઓકતા એકમો અંગે બેઠક બોલાવાઇ
    કંડલામાં તાજેતરમાં એસીડ લીકેજ થવાની ઘટના બની હતી. કંપની અને તંત્રની બેદરકારીને કારણે લોકોને યાતના સહન કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. સંકુલમાં જેટ ગતિએ વિકાસ થઇ રહ્યો છે તેની સાથે સાથે અવારનવાર કેટલાક એકમો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યાની ફરિયાદ પણ ઉઠે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ નિંદ્રાધિન અવસ્થામાં રહેતું હોય છે. બિનરાજકીય અડીખમ મહિલા ગ્રૂપ દ્વારા આગામી તા.25મીના આ મુદ્દે પૂર્વ સાંસદ પૂનમબેન જાટના રામબાગ સામેના નિવાસસ્થાને સાંજે 4.30 કલાકે મીટિંગ બોલાવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending