Home » Gujarat » Bhuj » Gandhidham » 500 કરોડનો પ્રોજેક્ટ અવરોધાયો

500 કરોડનો પ્રોજેક્ટ અવરોધાયો

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:50 AM

દીન દયાલ પોર્ટમાં ફરી એક વખત ચેરમેનની જગ્યા ખાલી પડતાં રગશીયો વહીવટ શરૂ થઇ જશે. મુંબઇ પોર્ટના ચેરમેનને ચાર્જ...

 • 500 કરોડનો પ્રોજેક્ટ અવરોધાયો
  દીન દયાલ પોર્ટમાં ફરી એક વખત ચેરમેનની જગ્યા ખાલી પડતાં રગશીયો વહીવટ શરૂ થઇ જશે. મુંબઇ પોર્ટના ચેરમેનને ચાર્જ આપવામાં આવતા હજુ તેઓ ક્યારે આવશે તે નક્કી નથી. કરોડો રૂપિયાના પ્રોજેક્ટો હાલ અટવાઇ ગયા છે. લાંબા સમયથી અટવાયેલા આ પ્રોજેક્ટને પુશઅપ આપવા માટે અધિકારી કે પદાધિકારીને રસ ન હોવાથી કોઇ પ્રગતિ થઇ શકી નથી. પીએમના હસ્તે 996 કરોડના કરવામાં આવેલા ખાતમુહુર્તના કામોમાં પણ ઠેકાણા નથી. 500 કરોડના જુદા જુદા બે પ્રોજેક્ટમાં પણ હજુ અંતરાય જોવા મળી રહ્યા છે. અગાઉ પણ એક વર્ષથી વધુ સમય સુધી ચેરમેન પદ ચાર્જમાં રહેતાં પ્રશ્નો ઉભા થયા હતા. હાલ પણ આવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

  સતત 10 વર્ષથી નંબર વન પોર્ટનું સ્થાન ધરાવનાર દીન દયાલ પોર્ટમાં કાયમી અધિકારીની નિમણુંકના અભાવે વહીવટને મુશ્કેલી પડી રહી છે. થોડા સમય પહેલા પણ કેટલીક ફાઇલોનો ઢગલો થઇ ગયો હતો. ફાઇલમાં સહી ન થતાં જુદા જુદા કામો અટવાયા હતા. ત્યાર બાદ રવિ પરમારે છેલ્લા બે દિવસમાં કેટલીક ફાઇલોમાં સહી કરીને કામગીરી આગળ ધપાવી છે. મુંબઇ પોર્ટના સંજય ભાટીયાને વધારાનો ચાર્જ દીન દયાલ પોર્ટનો આપવામાં આવ્યો છે પરંતુ તેઓ હજુ ક્યારે આવે છે તે નક્કી નથી. અગાઉ આવી જ રીતે ચાર્જમાં રહેલા પરમાર પણ સમયાંતરે આવતા હતા. તેને કારણે વહીવટ ઠપ્પ થઇ ગયો હતો. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ પીએમ મોદીની હાજરીમાં કરવામાં આવેલી ખાતમુહૂર્ત અને લોકાપર્ણના કાર્યક્રમોમાં પણ જોઇએ તેવી કોઇ ગતિ આવી નથી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું હજુ કોઇ ઠેકાણું પાર પડ્યું નથી. ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં મંજુરી મળી છે પરંતુ તેમાં પણ ધારી ગતિ મળી નથી. વળી, ઉચ્ચ અધિકારી દ્વારા જોઇએ તેવી કામગીરી કરવામાં ન આવતાં આ પ્રોજેક્ટને અસર પડી રહી છે. અગાઉ બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવેલા 500 કરોડના બે પ્રોજેક્ટ 232 કરોડનો રેલવે ઓવરબ્રીજ અને 250 કરોડના ખર્ચે ફર્ટીલાઇઝર પ્રોજેક્ટમાં શિપિંગ મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવી નથી. બીજામાં પર્યાવરણની મંજુરીનો પ્રશ્ન ઉકેલાયો નથી.

  ફર્ટીલાઇઝર પ્રોજેક્ટમાં તો વાંધા પણ રજૂ થયા છે

  જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ફર્ટીલાઇઝર માટેના પ્રોજેક્ટ માટે જે બોર્ડ દ્વારા મંજુરી આપવામાં આવી છે જેમાં મોહનભાઇ આસવાણી અને મનોહર બેલાણીએ જે તે સમયે બોર્ડ મીટિંગમાં જ અગાઉ પીએમ સહિતનાએ આપેલા નિવેદનને જોડીને વિરોધ કર્યો હતો. જેને કારણે આ પ્રોજેક્ટ થાય કે કેમ તે પણ એક પ્રશ્ન છે. માત્ર કરવા ખાતર પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને મંજુરી આપવામાં આવે છે પરંતુ હકીકતે તેની કેટલી જરૂરીયાત છે, શું થઇ શકે તેની વિગત પણ મેળવવી જોઇએ તે પણ કેટલીક વખત નજર અંદાજ એક યા બીજા કારણોસર કરવામાં આવતી હોય છે. જેને કારણે પોર્ટનો વહીવટ વગોવાતો હોય છે.

  કરોડોનો બેફામ ખર્ચો કરાયો છે

  કર્મચારી વર્તુળોમાં ઉઠી રહેલા કલબલાટમાં એવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, કેટલીક વખત કર્મચારીના હિત માટે પગલા ભરવા જોઇએ અને તેને ન્યાય આપવો જોઇએ તે અપાતો નથી. ઓવર ટાઇમ સહિતના કેટલાક મુદ્દાઓ પર લાંબા સમયથી માત્ર હાજીહા કરવામાં આવતું હોય છે. જ્યારે ચેરમેનના બંગલાના રીનોવેશનથી માંડીને અન્ય કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ પણ જે તે સમયે ઉઠી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ