Home » Gujarat » Bhuj » Gandhidham » રોડના નબળા કામ સામે આંખ મિંચામણા

રોડના નબળા કામ સામે આંખ મિંચામણા

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:50 AM

ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જુદા જુદા કામો કરવામાં આવી રહ્યા છે. હીરાલાલ પારખ સર્કલથી...

  • રોડના નબળા કામ સામે આંખ મિંચામણા

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જુદા જુદા કામો કરવામાં આવી રહ્યા છે. હીરાલાલ પારખ સર્કલથી સુંદરપુરી અને ત્યાંથી પોલીસ સ્ટેશન સુધી અંદાજે એક કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા રોડમાં સુંદરપુરી પાસે જ રોડમાંથી પાણી નિકળી ગયાની અને નબળું કામ થયાની ફરિયાદ ઉઠી છે. અન્ય એક રસ્તાના પ્રોજેક્ટમાં હીરાલાલ પારખ સર્કલથી રાજવી ફાટક સુધીના રસ્તાને ટનાટન કરવામાં આવ્યા પછી રસ્તા પર ખાડા પડી ગયા છે. આ બન્ને કામમાં નબળી ગુણવત્તાના પ્રશ્નો ઉભા થયા છે. પાલિકામાં ચાલતા અંધેર વહીવટને કારણે કોઇને પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે તે બાબતે ગંભીરતા હોય તેવું જણાતું નથી. અગાઉ પણ આવી જ રીતે રસ્તાના કામમાં ફરિયાદ ઉઠી હતી. પરંતુ પાલિકાના સત્તાધિશોના પેટનું પાણી પણ હલ્યું ન હતું.

    નગરપાલિકામાં અધિકારી અને પદાધિકારી વચ્ચે ચાલતી ખેંચતાણનો કારણે અવારનવાર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહેલા કામોમાં ગુણવત્તાના પ્રશ્નો અંગે જોઇએ તેવી ગંભીરતા લેવામાં આવતી ન હોય તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. હીરાલાલ પારખ સર્કલથી સુંદરપુરી, પોલીસ સ્ટેશન સુધીના રસ્તાને અંદાજે એક કરોડના ખર્ચે ફોરલેન બનાવીને તેમાં ડીવાઇડર નાખી ટાગોર રોડના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં સુંદરપુરી સુધીનો રસ્તો તૈયાર પણ થઇ ગયો છે. આવા સંજોગોમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા રસ્તામાં નબળી કામગીરી જણાઇ આવી છે. હજુ તો કામ ચાલુ છે તેવા સમયે જ આ પ્રશ્ન ઉભો થયો છે પરંતુ પાલિકાએ જોઇએ તેવી હજુ ગંભીરતા દાખવી નથી. આવી જ રીતે હીરાલાલ પારખ સર્કલથી રાજવી ફાટક સુધીના એરપોર્ટ રોડના વાઇટીંગ કરીને હોટ મીક્સ પેવર પ્લાન્ટથી ડામર કરવાના કામમાં નબળી બાબત જણાઇ આવી છે, જેમાં ખાડા પડી ગયા છે. આ બાબતે ચીફ ઓફિસર દ્વારા આરટી પેવર ઇન્ડસ્ટ્રીઝને નોટિસ આપી છે.

    ટેન્ડર ખોલવામાં કાંઇક રંધાયું હોવાની આશંકા

    15 કરોડના નાળાની મરંમતના કામનો હાલ વિવાદ ચાલી રહ્યો છે. પેવર બ્લોક બનાવવા માટે પણ આવેલા ટેન્ડર અંગે ચાલતી કવાયતમાં છેલ્લા અઠવાડીયાથી એક પછી એક નવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. સોમવારે સાંજના સમયે એક અફવા એવી પણ આવી કે, નાળાના કામના જે કવર આવ્યા છે તે બદલાઇ ગયા પરંતુ આવી કોઇ બાબત બની હોય તેવું જણાતું નથી. જોકે, ચીફ ઓફિસર નીતિન બોડાતે આજે બપોરના સમયે તમામ ટેન્ડર ઓનલાઇન આવ્યા હતા તેની ખરાઇ કરી હતી. કાંઇક રંધાયું હોવાની આશંકા પણ હાલના તબક્કે ઉઠી રહી છે. હવેના સમયમાં ઓનલાઇન ટેન્ડર પર જ ધ્યાન દેવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નાળાના ટેન્ડર ખોલવા બાબતે પાંચેક દિવસ પહેલા પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાની હાજરીમાં મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલી હતી. જેમાં કવરમાં આવેલા ટેન્ડર ખોલવામાં આવ્યા હતા જ્યારે ઓનલાઇન બાકી રાખ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ