SRC પ્લોટને ફ્રિ હોલ્ડ કરવા લીલીઝંડી

દોઢ વર્ષેથી ડીપીટી દ્વારા શીપીંગ મંત્રાલય દ્વારા અપાયેલા નોટીફીકેશનનું ખોટુ અર્થઘટન કરી પોર્ટૅ એસઆરસી...

DivyaBhaskar News Network | Updated - Feb 21, 2018, 04:50 AM
SRC પ્લોટને ફ્રિ હોલ્ડ કરવા લીલીઝંડી

દોઢ વર્ષેથી ડીપીટી દ્વારા શીપીંગ મંત્રાલય દ્વારા અપાયેલા નોટીફીકેશનનું ખોટુ અર્થઘટન કરી પોર્ટૅ એસઆરસી હસ્તક જમીનની ફ્રિ હોલ્ડની પ્રક્રિયા પણ અટકાવી દીધી હતી. તો મંત્રાલય દ્વારા પણ તે અંગે સ્પષ્ટીકરણ ન કરતા લાંબો સમય સુધી બાબત અટકેલી રહી હતી. જે અંગે આખરે મંત્રાલયે પોર્ટને પત્ર પાઠવી ફ્રી હોલ્ડની ફાઈલોને ન અટકાવવા જણાવ્યું હતું.

કેપીટી, એસઆરસી હસ્તકની ગાંધીધામ સંકુલની જમીને ફ્રી હોલ્ડ કરવાની લાંબા સમયથી માંગણીઓને આખરે કેબીનૅટ દ્વારા 2014માં તે અંગે નિર્ણય લઈ અરજી મુજબ કન્વર્ઝન ફી ભરીને જે તે પ્લોટ તેના ધારકને ફ્રી હોલ્ડ કરવાને લીલીઝંડી અપાઈ હતી. સંકુલમાં એસઆરસી હસ્તક પણ સારી એવી જમીન છે ત્યારે તેના પ્લોટને પણ ફ્રી હોલ્ડ કરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. પરંતુ એસઆરસીના આર્થીક વહિવટ પર પ્રશ્નો ઉભા થતા અને ઉચ્ચકક્ષાએ ફરિયાદ થતા શીપીંગ મંત્રાલય દ્વારા 2016માં નોટીફિકેશન જાહેર કરી પોર્ટ એસઆરસીની વહિવટ સંદર્ભની તમામ કાર્યવાહિને અટકાવવા જણાવ્યુ હતુ. જેનું ખોટુ અર્થઘટન પોર્ટ પ્રશાસને કરીને એસઆરસી હસ્તક જમીનની ફ્રિ હોલ્ડ માટેની ફાઈલો પણ અટ્કાવી દીધી હતી. જેના કારણે કન્વર્ઝન ફી જમા કરાવી ચુકેલી ફાઈલો પણ અટકી ગઈ હતી. જે અંગે તત્કાલીન ચેરમેન રવિ પરમાર સહિતની ટીમે આ અંગે મંત્રાલયનું ધ્યાન દોર્યુ હતુ. પરંતુ મંત્રાલયે લાંબા સમય સુધી તે અંગે સ્પષ્ટીકરણ ન કરતા લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આખરે તા.20/02 ના શીપીંગ મંત્રાલય દ્વારા ડીપીટી ચેરમેન અને એસઆરસીને પત્ર પાઠવી આ અંગે સ્પષ્ટીકરણ કરાયુ હતુ કે ફ્રિ હોલ્ડનો નિર્ણય કેબીનેટ દ્વારા લેવાયો છે અને તે કામગીરી અટકી જવી એ ઉલ્લંઘન છે. જેથી ફ્રિ હોલ્ડની ફાઈલો અટ્કાવી ન શકાય. માત્ર ટેબલવર્કના ચક્કરમાં પડી રહેલા આ મુદે વહેલો નિર્ણય લાવી શકાયો હોત તો વિકાસમાં મદદરુપ થાત, પરંતુ મંત્રાલય અને પોર્ટ વચ્ચે માત્ર એક લાઈનની મથામણના કારણે લોકોને દોઢ વર્ષે સુધી ખેંચાવું પડ્યુ હતંુ.

વૃદ્ધ મહિલાએ કરી હતી પ્રધાનમંત્રીને રજુઆત

ગત વર્ષે આ મુદે સંકુલની વયોવ્રુદ્ધ મહિલા દ્વારા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર પાઠવી આ અંગે રજુઆત પણ કરાઈ હતી. જેમાં તેમણે આ મુદો પણ સ્પષ્ટ જણાવ્યો હતો કે કેબીનેટના નિર્ણયનું ઉલ્લંઘન થઈ રહ્યુ છે અને પોર્ટ મંત્રાલયના આદેશનું ખોટુ અર્થઘટન કરી રહ્યુ છે. તેમ છતાં આ આટલા સમય સુધી આ અંગે નિર્ણય લેવાતો નહતો.

X
SRC પ્લોટને ફ્રિ હોલ્ડ કરવા લીલીઝંડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App