Home » Gujarat » Bhuj » Gandhidham » 26મી ડિસે. પછી પોર્ટની બોર્ડ મીટિંગ ન મળતાં ફાઇલના ઢગલા

26મી ડિસે. પછી પોર્ટની બોર્ડ મીટિંગ ન મળતાં ફાઇલના ઢગલા

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:50 AM

માર્ચ એન્ડીંગનો ધમધમાટ કંડલા પોર્ટમાં ધીમી ગતિએ શરૂ થઇ ગયો છે જ્યારે બીજી તરફ 26મી ડિસેમ્બર પછી બોર્ડ મીટિંગ...

  • 26મી ડિસે. પછી પોર્ટની બોર્ડ મીટિંગ ન મળતાં ફાઇલના ઢગલા
    માર્ચ એન્ડીંગનો ધમધમાટ કંડલા પોર્ટમાં ધીમી ગતિએ શરૂ થઇ ગયો છે જ્યારે બીજી તરફ 26મી ડિસેમ્બર પછી બોર્ડ મીટિંગ બોલાવવામાં ન આવતાં ફાઇલના ઢગલા થઇ ગયા છે. ચાર્જમાં રહેલા ચેરમેનને લેબર ટ્રસ્ટીએ પત્ર લખીને તાકીદે બોર્ડ મીટિંગ બોલાવવા માગણી કરી છે.

    કંડલા પોર્ટના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ મહત્વના ઠરાવ કરીને નીતિ વિષયક નિર્ણય લેવા માટે ટ્રસ્ટી મંડળની બેઠક નિયમ મુજબ બોલાવવામાં આવતી હોય છે. એક યા બીજા કારણોસર કેટલાક એજન્ડાને લેવામાં આવતા નથી. સમયાંતરે બેઠક બોલાવવી જોઇએ તેને બદલે કેટલીક વખત અગાઉ વિલંબ થતાં એક સાથે 30થી 40 એજન્ડાનો હારડો મોકલવામાં આવતાં સભ્યો પુરતો અભ્યાસ પણ કરી શકતા નથી તેવી સ્થિતિમાં આખરે જે તે એજન્ડાને મંજુરી આપી દેવી પડે છે. નિયમ મુજબ બેઠક રૂટીન કાર્યવાહી મુજબ બોલાવવામાં આવે તો પ્રશ્ન ઉભા ઓછા થાય. લેબર ટ્રસ્ટી મોહન આસવાણીએ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી બોર્ડ મીટિંગ બોલાવવામાં આવી નથી. છેલ્લે જે મીટિંગ બોલાવવામાં આવી હતી તે 26મી ડિસેમ્બરે બોલાવી હતી. ત્યાર બાદ એક પણ મીટિંગ બોલાવવામાં આવી નથી. હવે 31મી માર્ચ નજીક આવી રહી છે ત્યારે હજુ સમયગાળા મુજબ બે મીટિંગ બોલાવી શકાય તેમ છે. હાલ કેટલાક પ્રશ્નો મંજુર થઇ ગયા છે પરંતુ બોર્ડ મીટિંગમાં તેને બહાલી મળી નથી.

    વર્તમાન બોડીની પણ મુદ્દત પુરી થવામાં છે

    જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ કંડલા પોર્ટની વર્તમાન બોડીની મુદ્દત પણ 31મી માર્ચની આસપાસ પૂર્ણ થઇ રહી છે. એકબાજુ મેજર પોર્ટ ઓથોરીટીની રચનાના ડાકલા પણ વાગી રહ્યા છે. આવા સંજોગોમાં અનેકવિધ સમીકરણો પણ બદલાઇ જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ