કામદારોના અહિત સામે લડી લેવાશે

ટ્રાન્સપોર્ટ ડોક વર્કર્સ યુનિયન કંડલાની સામાન્ય મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં કામદારોના અહિતને લગતા પ્રશ્નો...

DivyaBhaskar News Network | Updated - Feb 21, 2018, 04:50 AM
કામદારોના અહિત સામે લડી લેવાશે
ટ્રાન્સપોર્ટ ડોક વર્કર્સ યુનિયન કંડલાની સામાન્ય મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં કામદારોના અહિતને લગતા પ્રશ્નો સામે લડી લેવાની સાથે સાથે કામદારોના વિરોધને અવગણી જેટી ખાનગી ધોરણે કરવાનો નિર્ણય અયોગ્ય હતો. જેને કારણે પોર્ટને નુકશાન ગયું છે, તેવો મત પણ વ્યક્ત કરાયો હતો.

યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીએ યુનિયનની વિવિધ પ્રવૃતિઓનો ખ્યાલ આપ્યો હતો. દીન દયાલ પોર્ટની કામગીરી તથા કામદારો સામેના પડકાર, પોર્ટના વિશ્વાસ અંગેની વાતોથી કામદારોને વાકેફ કરી પોર્ટમાં જ ખાનગીકરણની અંધાધૂધ નીતિ અપનાવવામાં આવી તેનું પરીણામ એ આવ્યું કે, 10 વર્ષનો સમય બગાડવામાં આવ્યો. ખાનગી ધોરણે જેટી વિકસાવવાનું કામ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. સમયસર યોગ્ય નિર્ણય લેવાયો હોત તો પોર્ટમાં કાર્ગો હેન્ડલીંગની ક્ષમતા વધી ગઇ હોત, આ બેઠકમાં મરીન ઓપરેશન, સાફ સફાઇ, ખાનગી એમ્બ્યુલન્સ, ગાડી ચલાવવા, મરંમત સુધીના કામો ખાનગી પાર્ટીને સોંપી કરોડો રૂપિયા ચૂકવાય છે જેનો હિસાબ નથી. જયારે કર્મચારીને ઓવરટાઇમમાં રોકવામાં આવે છે તેને નિયમ અને સમજૂતિ મુજબ ઓટી ચૂકવવામાં અખાડા કરવામાં આવી રહ્યા છે તેની પણ નોંધ લેવામાં આવી હતી. વર્ગ-3 અને 4ની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી છે, તે ભરવા માટે માગણી કરાઇ હતી. જ્યારે વેલ્ફેર ફંડનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે. કામદારોને રહેણાંકના પ્લોટ, કાચા કામદારને રેગ્યુલર કરવા, કામદારોની ફરજ દરમિયાન મૃત્યુ થયું હોય તો તેમના વારસદારોને નોકરી લેવા સહિતની ચર્ચા કરીને આ પ્રશ્ને યોગ્ય સ્તરે રજૂઆત કરી જરૂર પડ્યે આંદોલન કરવા પણ નક્કી કરાયું હતું. આ બેઠકમાં સત્યનારાયણ, લલીત વરીયાણી, જીવરાજ મહેશ્વરી, સીમા મોહન વગેરેએ ચર્ચામાં ભીગ લીધો હતો.

X
કામદારોના અહિત સામે લડી લેવાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App