Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં ‘રેડી ફોર એક્ઝામ?' સેમીનાર યોજાયો

અંજારમાં ‘રેડી ફોર એક્ઝામ?' સેમીનાર યોજાયો

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:50 AM

રોટરી ક્લબ, અંજાર દ્વારા ધો. 10 અને 12 ના વિધાર્થીઓ માટે \'રેડી ફોર એક્ઝામ?\' વિષય પર સેમીનારનું આયોજન કરાયું હતું. ...

  • અંજારમાં ‘રેડી ફોર એક્ઝામ?' સેમીનાર યોજાયો
    રોટરી ક્લબ, અંજાર દ્વારા ધો. 10 અને 12 ના વિધાર્થીઓ માટે \'રેડી ફોર એક્ઝામ?\' વિષય પર સેમીનારનું આયોજન કરાયું હતું.

    સેમીનારના વક્તા કિરીટ કારીયાએ પરીક્ષા દરમ્યાન કઈ રીતે તૈયારી કરવી, તે અંગેની સરળ રીતની સમજ આપી હતી. પરીક્ષા અંગે છાત્રોના મનમાં રહેલી ગાંઠ ખુલ્લે અને તેનો આત્મવિશ્વાસથી સામનો કરી તેને સફળ કરી શકે તે માટેની વિવિધ ટેક્નીક પણ તેમણે જણાવી હતી. સેમીનારનો પ્રારંભ ક્લબના પ્રમુખ ધર્મેશ ઠક્કર, મંત્રી હિરલ શાહ અને ક્રુપાબેન કારીયાના હસ્તે કરાયો હતો. આયોજનને સફળ બનાવવા રામ દક્ષીણી, રાજેશ પલણ, મુકેશ ભાલાણીએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ચંદ્રકાંત પલણે કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending