- Gujarati News
- ડુમરામાં પાણી મુદ્ે એક શખ્સે મહિલાને કુહાડી ઝીંકી દીધી
ડુમરામાં પાણી મુદ્ે એક શખ્સે મહિલાને કુહાડી ઝીંકી દીધી
અબડાસાતાલુકાના ડુમરા ગામે ટાંકામાંથી પાણી ભરવાની ના પાડતાં એક શખ્સે મહિલાને કુહાડી ઝીંકી દેતા ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
ડુમરાના રહેવાસી ફરિયાદી ખતુબાઇ અસલમ સુમરાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અબ્દુલ સુમરાને તેમણે પાણીના ટાંકામાંથી પાણી ભરવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇને ગાળાગાળી કરીને માથામાં કુહાડી ફટકારી દીધી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.